જ્ઞાન-સંસ્કાર અર્પતા પુસ્તકોથી જીવન શોભે : દિનશા પટેલ

પુસ્તકોનું વિમોચન પૂર્વ કેન્દ્રિય મંત્રી દિનશા પટેલ અને લેખક જશવંત મેકવાનના વરદ્દહસ્તે યોજાયુ

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Dec 14, 2015, 11:47 PM
Dinsha Patel Presents in Books redemption ceremony at nadiad
શૈલેષ રાઠોડ લિખિત 4 પુસ્તકોનું વિમોચન કરાયુ
નડિયાદ: ઓમેગા ફાઉન્ડેશનના ઉપક્રમે પ્રકૃતિ સંસ્થા દ્વારા નડિયાદ મીશન રોડ સેફ્રોનવીલા ખાતે શૈલેષ રાઠોડ લીખીત 4 પુસ્તકોનું વિમોચન પૂર્વ કેન્દ્રિય મંત્રી દિનશા પટેલ અને લેખક જશવંત મેકવાનના વરદ્દહસ્તે યોજાયુ હતું. આ પ્રસંગે સાહિત્ય રસિકો અને સ્નેહીજનોની વિશાળ હાજરીમાં ‘આત્માનું સૌંદર્ય’, ‘પ્રેરણા સ્પર્શ’, ‘યશ! આઈ એમ ડિફરન્ટ’, ‘આયુર્વેદ’, એમ ચાર પુસ્તકોનું વિમોચન કરાયુ હતું.
આ પ્રસંગે પૂર્વ કેન્દ્રિય મંત્રી દિનશા પટેલે જણાવ્યુ હતું કે, શૈલેષ રાઠોડના પુસ્તકમાં વિકાસ, પ્રેમ, સંસ્કાર, શ્રદ્ધા અને સફળતાના દર્શન થાય છે. ઘર ગમે તેટલુ સુંદર હોય પણ જો તેમાં પુસ્તકોના હોય તો તે, ઘર શુષ્ક લાગે છે. જ્ઞાન અને સંસ્કાર અર્પતા પુસ્તકોથી ઘર અને જીવન શોભે છે. શૈલેષ રાઠોડે વિવિધતા ધરાવતા ચાર પુસ્તકોમાં માનવજીવન અને યુવાવસ્થાને ઉન્નત બનાવે તેવા વિચારો રજૂ કર્યા છે. આ પ્રસંગે લેખક જશવંત મેકવાને આયુર્વેદમાં ઘરગથ્થુ ઉપચાર રજૂ કરી લેખકે ચાર પુસ્તકો દ્વારા ઉત્તમ વિવિધ જ્ઞાન આપ્યું છે. આ પ્રસંગે ફાધર લુકાસે ધર્મ અને સાહિત્યને જોડી કર્મ કરવા હાકલ કરી હતી. અંતમાં આભારવિધિ ડો. પ્રીતી રાઠોડે કરી હતી.

X
Dinsha Patel Presents in Books redemption ceremony at nadiad
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App