તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાખે એકવાર બને છે આવું: પેટના આવરણ વિના મૃત બાળક જન્મ્યું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ: નડિયાદ સિવિલ હોસ્પિટલમાં અજીબ ગરીબ કિસ્સો બન્યો હતો.સિવિલ હોસ્પિટલમાં તા. 25 મીનારોજ શુક્રવારે સાંજે એક સગર્ભાની નોર્મલ ડિલિવરી દરમિયાન તેણીએ મૃત શીશુને જન્મ આપ્યો હતો. આ શીશુ પેટની દિવાલ (આવરણ ) વિના જન્મેલ. શીશુના આંતરડા, લીવર, કિડની સહિત અન્ય અવયવો સ્પષ્ટ દેખાતા હતા. આ જોઇને ડિલિવરી કરાવનાર તબીબ તથા નર્સ ચોંકી ગયા હતા.જન્મજાતની ખોડખાંપણ સાથે જન્મેલું બાળકથી પરિવારજનો પણ હતાશ થઇ ગયા હતા. લાખે એક શીશુઆવું જન્મજાતવાળુ જન્મે છે.
પરિવારજનોમાં ભારે ચિંતા સાથે ઉત્સુકતા હતી
ખેડા જિલ્લાના એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતી 22 વર્ષની સગર્ભાને પૂરા નવ માસ થતાં તેણીને પ્રસુતિપીડા ઉપડતાં તેણીને પ્રસુતા માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. આ મહિલાને પ્રથમ ડિલિવરી લઇને તેના પરિવારજનોમાં ભારે ચિંતા સાથે ઉત્સુકતા પણ હતી. સાંજે સિવિલ હોસ્પિટલમાં સગર્ભાને ડિલીવરી માટે ડિલીવરી રૂમમાં લઇ જવામાં આવ્યા હતા સાંજે 5 કલાકે હોસ્પિટલના તબીબ અને નર્સ દ્વારા આ મહિલાને નોર્મલ ડિલીવરી કરાઇ હતી.
ડિલીવરી કરનાર તબીબ અને નર્સ આ શીશુને જોઇને ચોંકી ગયા
ત્યારે મહિલાએ મૃત શીશુને જન્મ આપ્યો હતો. આ શીશુના પેટનું ઢાંકણ નહી હોવાથી આંતરડા, લીવર , કિડની સહિત અન્ય અવયવો બહારથી જોઇ શકાય તેમ હતા. ડિલીવરી કરનાર તબીબ અને નર્સ આ શીશુને જોઇને ચોંકી ગયા હતા. ત્યારબાદ તબીબે આ મૃત શીશુને તેના પરિવાર જનોને સોપવામાં આવ્યું હતું. આવું મૃત જન્મેલ બાળક જોઇને પરિવારજનોમાં જન્મેલા બાળકને વધાવવાનો જે ઉત્સાહ હતો તે પડી ગયો હતો અને હતાશા વ્યાપી ગઇ હતી. કહેવાય છે કે એક લાખે આવું બાળક જન્મજાત ખોડખાંપણવાળુ જન્મે છે. જયારે માતાની તબિયત સારી છે તેમ હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું હતું.
આગળની સ્લાઇડમાં વાંચો,બાળક કુદરતી જન્મજાતખોડવાળુ જન્મેલ હતું...
અન્ય સમાચારો પણ છે...