ડાકોરમાં ફાગણી પૂનમના મેળાનો પ્રારંભ, કાળિયા ઠાકોરના ભક્તોથી માર્ગો ઉભરાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ/ડાકોર: અમદાવાદથી ડાકોર રણછોડરાયના દર્શનાર્થે પગપાળા જવા આજે શ્રધ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો.ફાગણી પુનમ નીમીત્તે ડાકોરના ઠાકોરના દર્શનનો લાહવો લેવા અમદાવાદ તેમજ મહેમદાવાદ સુધીના શ્રધ્ધાળુઓનુ “જય રણછોડના” નાદ સાથે મહુધામાં આગમન થયુ હતુ. 
 
મંડળો દ્વારા જમવાના ભંડારાઓ તેમજ છાશ અને ફળો વહેચવાના ઠેર-ઠેર સ્ટોલ ઉભા કરવામા આવ્યા
 
ધાર્મીક મંડળો દ્વારા પગપાળા સંઘ કાઢવામા આવ્યા હતા.મહુધાના ભુમસથી અલીણા ચોકડીથી આગળ સુધી રોડ પર ખાનગી તેમજ સરકારી તંત્ર દ્વારા વિવિધ સ્ટોલ ઉભા કરવામા આવ્યા હતા. અનેક ટ્રસ્ટો તેમજ ધાર્મિક મંડળો દ્વારા જમવાના ભંડારાઓ તેમજ છાશ અને ફળો વહેચવાના ઠેર-ઠેર સ્ટોલ ઉભા કરવામા આવ્યા હતા. વડોદરા, અમદાવાદ, ગોધર-બાલાસિનોર,  આણંદ, નડિયાદ, કપડવંજ તરફથી ડાકોર તરફ જતા તમામ માર્ગો શુક્રવારે કાળિયા ઠાકોરના શ્રદ્ધાળુઓથી છલકાયા હતા.

મેળાના પ્રથમ દિવસે 20 હજાર પદયાત્રીઓએ દર્શન કર્યા
 
યાત્રાધામ ડાકોરને જોડતા માર્ગો પદયાત્રિકોના ‘જય રણછોડ’ના નાદથી ગુંજી ઉઠયા છે. પદયાત્રિકોના સંઘ ડાકોર તરફ આગળ વધી રહ્યા છે. પદયાત્રિકોને માર્ગો પર કોઇ મુશ્કેલીઓ ન પડે તે માટે વહીવટીતંત્ર સુવ્યવસ્થા કરવામાં આવી છે. મેળાના પ્રથમ દિવસે 20 હજારથી વધુ પદયાત્રીકો દર્શન કરીને પરત ફર્યા હતા.  ફાગણી પૂનમના મેળાનો શુક્રવારથી પ્રારંભ થઈ ગયો છે. રવિવારે હોળી-પૂનમના દર્શનાર્થે અમદાવાદ, વડોદરા, પંચમહાલ, ખેડા સહિત રાજ્યભરમાંથી પદયાત્રિકો તથા શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. જેમાં અમદાવાદથી 150 થી વધુ પદયાત્રીકો સંઘો ડાકોર તરફ પ્રસ્થાન કર્યું છે. 
 
‘જય રણછોડ’ ના નામના રટણ સાથે ડાકોર તરફ આગળ વધી રહ્યા છે
 
આ સંઘોમાં મોટી સંખ્યામાં પદયાત્રીકોના હાથમાં ધજા અને મનમાં ‘જય રણછોડ’ ના નામના રટણ સાથે ડાકોર તરફ આગળ વધી રહ્યા છે. પદયાત્રીકોના માર્ગો ઉપર તંત્ર દ્વારા વાહનોની અવરજવર માટે પણ પ્રતિબંધ મુકાયો છે. રાસ્કાથી મહેમદાવાદ–ખાત્રજ ચોકડી થઈને મહુધા ચોકડી, અલીણા થઈને ડાકોર પદયાત્રીકો પહોંચે છે. આ ઉપરાંત ડાકોરને જોડતા તમામ માર્ગો ઉપર પદયાત્રીકોના જય રણછોડ, માખણચોરના નાદથી ગુંજી ઉઠ્યા છે. આ પદયાત્રિકોની તમામ પ્રકારની સેવા-સુશ્રુષા માટે ઠેર-ઠેર સેવાકિય કેમ્પો લાગી ગયા છે.
 
આગળની સ્લાઇડમાં વાંચો,મંદિરમાં સરળતાપૂર્વક અવરજવર માટે દ્વાર પાસે આડબંધ મૂકાયા...
અન્ય સમાચારો પણ છે...