તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નડિયાદ સીડી કાંડ: બિનજામીનપાત્ર વોરંટને પડકારતી અજેન્દ્રપ્રસાદની અપીલ કોર્ટે ફગાવી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નડિયાદ: વડતાલમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓની સીડી પ્રકરણમાં સંડોવાયેલા પૂર્વ આચાર્ય અજેન્દ્રપ્રસાદ પાંડે વિરૂદ્ધ નડિયાદની ચીફ જ્યુડીશીયલ કોર્ટના ન્યાયાધિશે બિનજામીનપાત્ર વોરંટ ઈશ્યુ કરવાનો હુકમ કર્યો હતો. આ હુકમથી નારાજ થઇને અજેન્દ્રપ્રસાદે નડિયાદની સેશન્સ કોર્ટમાં અપીલ કરી હતી .આ અપીલની આખરી સુનાવણી હાથ ધરાતાં ન્યાયાધિશ વી. ડી પરમારે આ અપીલ ફગાવી દઇને નીચલી કોર્ટનો હુકમ યથાવત રાખવાનો હુકમ કર્યો હતો.હુકમના પગલે સંપ્રદાયના અનુયાયીઓમાં ખળભળાટ વ્યાપી ગયો છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓની બનાવેલી અનૈતિક સીડી પ્રકરણ સંદર્ભે વડતાલ મંદિરના તત્કાલીન કોઠારી ધર્મપ્રિયદાસજી (બાપુસ્વામી)એ ચકલાસી પોલીસ મથકે તા.8મી જાન્યુઆરી, 2005ના રોજ પૂર્વ આચાર્ય અજેન્દ્રપ્રસાદ નરેન્દ્રપ્રસાદ પાંડે તથા અન્ય ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
તમામ અરજીઓ ઉપરોક્ત કોર્ટે ફગાવી દીધી
પદભ્રષ્ટ્ર આચાર્ય સામે આઈ.પી.સી 294, 295(ક), 120 (બી) તથા અનૈતિક વેપાર અટકાવવાનો ધારાની કલમ મુજબ ગુનો નોંધાયો હતો. જોકે, પૂર્વ આચાર્ય ભૂગર્ભમાં ઉતરી ગયા હતા. જેના સંદર્ભે તા. 10મી મે, 2006ના રોજ નડિયાદની કોર્ટે પૂર્વ અજેન્દ્રપ્રસાદ આચાર્ય સામે ધરપકડ વોરંટ ઈશ્યુ કર્યુ હતું. તેમછતાં તેઓ કોર્ટમાં હાજર થયા નહતા. પૂર્વ આચાર્ય દ્વારા નડિયાદ સેશન્સ કોર્ટ, હાઈકોર્ટ અને સુપ્રિમકોર્ટમાં આ પ્રકરણના કેસ સંદર્ભે ફરિયાદ રદ્દ કરવા આગોતરા જામીન વગેરેની અરજીઓ કરી હતી. પરંતુ તમામ અરજીઓ ઉપરોક્ત કોર્ટે ફગાવી દીધી હતી. ત્યારબાદ પૂર્વ આચાર્ય અજેન્દ્રપ્રસાદે નડિયાદની ચીફ જ્યુડીશીયલ કોર્ટમાં સીડીકાંડ કેસની ચાર્જશીટમાં મારી સામે ગુનો બનતો નથી. એટલે મને બિન તોહમત મુક્ત કરવાની માંગણી કરતી અરજી કરી હતી.
નડિયાદ સેશન્સ કોર્ટે આપ્યો ચૂકાદો
આ અરજી તા. 14 મી જુલાઇ 2016ના રોજ નડિયાદની ચીફ જ્યુડીશિયલ કોર્ટના ન્યાયાધીશ ગીરીશભાઈ સોનીએ પૂર્વ આચાર્ય અજેન્દ્રપ્રસાદ નરેન્દ્રપ્રસાદ પાંડેની ડિસ્ચાર્જ અરજી ફગાવી દીધી હતી અને તેમના વિરૂદ્ધ બિનજામીનપાત્ર વોરંટ ઈશ્યુ કર્યુ હતું. જેથી બિનજામીનપાત્રના વોરંટને પડકારતી અપીલ નડિયાદની સેશન્સ કોર્ટમાં તા. 15 મી ના રોજ કરાઇ હતી. કોર્ટમાં બંને પક્ષના વકીલોની દલીલો પૂર્ણ થયા બાદ તેની આખરી સુનાવણી ગુરૂવારે હાથ ધરાતાં નડિયાદ પાંચમાં અેડિશનલ સેશન્સ જજ વી.ડી પરમારે આરોપી અજેન્દ્રપ્રસાદ પાંડેની બિનજામીન પાત્ર વોરંટની અપીલ નામંજૂર કરીને નીચલી કોર્ટના હુકમ કાયમ રાખ્યો હતો. અત્રે એ ઉલ્લેખનીય છે કે, છેલ્લાં કેટલાંય સમયથી નડિયાદમાં આ પ્રકરણને લઈને ચર્ચા ટોક ઓફ ધી ટાઉન બની છે.
આ અંગે વધુ વાંચવા આગળ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો