તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નડિયાદ ધાર્મિક સ્ટુડિયો સામે કોપીરાઇટ મુજબ ગુનો નોંધાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ: નડિયાદ સંતરામ રોડ પર આવેલ ધાર્મિક સ્ટુડિયોમાં ટી-સીરીઝ કંપનીના અધિકારી અને ગાંધીનગર સીઆઈડી ક્રાઈમ તથા સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં બિનઅધિકૃત રીતે ટી-સીરીઝ કંપનીના રાઈટ્સવાળી ફિલ્મના ઓડિયોનો ડેટા મળી આવ્યો હતો. જેથી નડિયાદ શહેર પોલીસે સ્ટુડિયોના ત્રણ ઈસમો વિરૂદ્ધ કોપીરાઈટનો ગુનો નોંધ્યો હતો.
કોપીરાઈટનો ગુનો આચરવામાં આવી રહ્યો છે તેવી મળેલી બાતમી મળી
નડિયાદમાં આવેલી સ્ટુડિયો ઉપર ટી-સીરીઝ કંપનીની હક્કોવાળી ફિલ્મો તથા ફિલ્મી ગીતો– ભજનોનું ઓડિયોનું બિનઅધિકૃત રીતે લગ્નપ્રસંગ તથા અન્ય પ્રસંગોમાં ઓડિયો શુટીંગમાં મિક્સીંગ તથા એડીટીંગ કરીને કોપીરાઈટનો ગુનો આચરવામાં આવી રહ્યો છે. તેવી મળેલી બાતમીના આધારે ટી-સીરીઝ કંપનીના અધિકારી તથા ગાંધીનગર સીએફસીએલ સીઆઈડી ક્રાઈમના અધિકારી તથા સ્થાનિક પોલીસ દ્વારા સર્વપ્રથમ સંતરામ રોડ પર આવેલ રજની સ્ટુડિયો નામની દુકાનમાં કોપીભંગ અંગેની રેઈડ કરી હતી ત્યારબાદ માહિતી મળી હતી કે, ધાર્મિક સ્ટુડિયોમાં પણ આ રીતેની પ્રવૃતિ ચાલી રહી છે.
અધિકારીઓ દ્વારા ધાર્મિક સ્ટુડિયોમાં રેઈડ પાડી હતી
જેથી અધિકારીઓ દ્વારા ધાર્મિક સ્ટુડિયોમાં રેઈડ પાડી હતી. આ રેઈડ દરમિયાન કોમ્પ્યુટર ઉપકરણની મદદથી લગ્નપ્રસંગની વિડિયો શુટીંગમાં મિક્સીંગ તેમજ એડીટીંગ કરીને કોપીરાઈટનો ગુનો આચરવામાં આવ્યો હતો. કોમ્પ્યુટર ઉપકરણો સહિત અન્ય વસ્તુ મળીને રૂ. 3.10 લાખનો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો. આ સંદર્ભે ટી-સીરીઝ કંપનીના ચિરાગ પ્રવિણ પટેલની ફરિયાદના આધારે નડિયાદ શહેર પોલીસે ધાર્મિક સ્ટુડિયોના માલિક દિલીપ અંબાલાલ પટેલ, રમેશભાઈ ભઈજી ચૌહાણ, ધવલ મહેશભાઈ સુથાર વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો.
અન્ય સમાચારો પણ છે...