તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસ દમનના વિરોધમાં કોંગ્રેસ આજે નડિયાદમાં ધરણા કરશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ: મહેસાણાના બલોલ ગામમાં પાટીદાર યુવકની પોલીસ દમનને કારણે થયેલી હત્યાના કારણે પાટીદારોમાં રોષની લાગણી ભભૂકી ઉઠી છે. આ પોલીસ દમનના વિરોધમાં નડિયાદ શહેરના સંતરામ મંદિર રોડ પર ધરણાં કરવામાં આવશે. જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહ સોલંકી અને ગુજરાત રાજ્યના પ્રભારી અશોક ગેહલોત હાજર રહેશે. ત્યારબાદ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર અપાશે. 
 
મહેસાણાના પાટીદાર યુવકના મોત પર રાજકારણ
 
ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભારતસિંહ પરમારે જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઇ છે. મહેસાણાના બલોલ ગામના પાટીદાર યુવક કેતન પટેલની પોલીસ દમનના કારણે જ હત્યા થઇ હોવાની વાતથી ભારે હોબાળો થયો હોવા છતાં પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરાઇ નથી. તેનો વિરોધમાં આજે ધરણા કરાશે.
અન્ય સમાચારો પણ છે...