તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નડિયાદ: ક્લોરીન ગેસ લીકેજ થતા 43 વ્યક્તિને અસર, 10 હજારને સુરક્ષીત સ્થળે ખસેડાયા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નડિયાદ: નડિયાદ નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે પ્રગતિનગરમાં માઠી અસર બેઠી છે. કારણકે 4થી જુલાઈના રોજ પાણીની ટાંકી ધરાશાયી થતાં એકનું મૃત્યુ નીપજ્યુ હતું. આ દુર્ઘટનાના 15 દિવસ બાદ સોમવારે સવારે 10.30 કલાકે ટાંકીની બાજુમાં આવેલ ક્લોરીન ગેસની ટેન્કમાંથી વાલ્વ લીકેજ થતાં ગેસ ગળતર થતાં ભારે નાસભાગ મચી ગઈ હતી. ગેસ ગળતરના કારણે સ્થાનિક રહીશોને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડી હતી અને ગુંગળામણ થતાં 43 વ્યકિતઓને ગંભીર અસર થતાં તાત્કાલિક નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.
બે મહિલાઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા
આ ઘટનામાં બે મહિલાઓને ગેસની ભારે અસરના કારણે વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે આ ઘટનાના પગલે આ વિસ્તારમાં રહેતા 10 હજાર વ્યકિતઓને સ્થળાંતર થઈ જવાની ફરજ પડી હતી. ગેસ લીકેજને કાબુમાં લેવા માટે નડિયાદ સહિત અન્ય જિલ્લાની ફાયરબ્રિગેડની ટીમો દ્વારા 1.68 લાખ લીટર પાણીનો મારો સતત 3 કલાક ચલાવીને ગેસની ગતિને મંદ કરી દેવાઈ હતી. ત્યારબાદ 900 કિલો ટેન્કનો લીકેજ વાલ્વ અમદાવાદની રેસ્ક્યુ ટીમ દ્વારા બંધ કરાયો હતો. ગેસ બંધ થતાં તંત્ર તથા સ્થાનિક રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો. નડિયાદ – કપડવંજ રોડ પર આવેલા પ્રગતિનગરમાં તા.4થી જુલાઈના રોજ 27 લાખ લીટરની ક્ષમતાવાળી ટાંકી જમીનદોસ્ત થઈ ગઈ હતી. તેની બાજુમાં જ પાલિકાની આવેલી ઓરડીમાં ક્લોરીન ગેસની ત્રણ ટેન્કો પૈકી એક ટેન્કમાંથી સોમવારે સવારે 10.30 કલાકે ગેસ ગળતર થવાથી આ વિસ્તારમાં શ્વાસ લેવો મુશ્કેલ બની ગયો હતો.
200 ઉપરાંત મકાનોના રહીશોને ઘર છોડી દેવા જણાવાયું
આ અંગેની તંત્રને જાણ થતાં સ્થળ ઉપર દોડી ગયુ હતું. તંત્ર દ્વારા પ્રગતિનગર સહિત આસપાસની સોસાયટીના 200 ઉપરાંત મકાનોના રહીશોને ઘર છોડી દેવા જણાવાયું હતું. આ સ્થાનિક રહીશો એસ.આર.પી ગ્રાઉન્ડ, જલારામ મંદિર તેમજ સગાં-વ્હાલાના ઘરે જતા રહ્યા હતા. આ ઉપરાંત આ ઘટનાની 10 મીટર દૂર શાળા નં.15 આવેલી છે. આ શાળાના વિદ્યાર્થીઓને છોડી મુકવામાં આવ્યા હતા. ગેસ ગળતરને કાબુમાં લેવા માટે નડિયાદ ફાયરબ્રિગેડની ચાર પાણીની ટેન્કરો ઉપરાંત અમદાવાદ, પેટલાદ, બોરસદ, ડાકોર, કપડવંજ, આણંદ, મહેમદાવાદની પાણીની ટેન્કરો મળીને કુલ 14 ટેન્કરોમાંથી આઠ ટીમો દ્વારા સતત ત્રણ કલાક પાણીનો મારો ચલાવીને ગેસ ગળતરને મંદ કરી દેવાયો હતો.
ગેસની વાસથી જગ્યા છોડી દેવાની ફરજ પડે છે

ક્લોરીન ગેસની વાસ જ એટલી ગંભીર હોય છે કે ગમે તે વ્યકિત તે જગ્યા છોડી દેવાની ફરજ પડે છે. સોમવારે જે ક્લોરીન ગેસ ગળતર થયો હતો. જેના પરિણામે તેની વાસથી જ મોટા ભાગના લોકો જતા રહ્યા હતા. તેમજ જેમ હવામાં ગેસ દૂર સુધી પહોંચે તેમ તેની અસર ઘટતી જાય છે. રાત્રે પણ આ ઘટના બને તો, તેની ગેસની ગંભીર વાસથી ઉંઘમાંથી પણ માણસો જાગીને જગ્યા છોડી દેવાની ફરજ પડે છે. ગેસના કારણે પેટમાં તથા ગળામાં દુ:ખાવો થાય છે. આંખમાં અને ચામડીમાં બળતરા થાય છે. ફેફ્સા, શ્વાસની િબમારી અને દમના વ્યકિતઓને વધુ અસર થાય છે. - ડો.એ.એસ.સંઘવી, જિલ્લા આરોગ્ય અધિકારી. નડિયાદ.
વાલ્વ ચોરીનો પ્રયાસ કરતાં બનેલી ઘટના

ક્લોરીન ગેસના 900 કિલોની એક ટેન્કનો પિત્તળનો વાલ્વ કોઈ ઈસમે ચોરવાના ઈરાદે મરડી નાંખ્યો હતો. આ વાલ્વના આંટા પણ ખુલી ગયા હતા. જેના કારણે ગેસ લીકેજ થવા માંડ્યો હતો. ગેસ લીકેજ થતાં આ વ્યકિત ભાગી ગયો હશે પરંતુ ગેસ લીકેજની ઘટનાના પગલે યોગ્ય તપાસ કરીને આ બાબતે ચર્ચા કર્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.- હિતેષભાઈ પટેલ, પ્રમુખ.
ટીખ્ખળખોરનું પરાક્રમ ભારે પડ્યું : પિત્તળનો વાલ્વ વળી જતાં ગેસ લીકેજ થયાનું અનુમાન

પ્રગતિનગરમાં પાણી ક્લોરીનેશન માટે ક્લોરિનેશન ગેસની ટેન્ક રાખવા માટેની ઓરડી આવેલી છે. આ ઓરડીનું શટર તુટી જવાથી ખુલ્લુ થઈ ગયું હતું. જેથી કોઈ વ્યકિત દ્વારા ત્રણ ટેન્કો પૈકી એક ટેન્કનો પિત્તળનો વાલ્વ ખોલવા જતાં વળી ગયો હતો. આ વાલ્વ વળી ગયા બાદ તેના આંટા ખુલી જવાથી ગેસ લીકેજ થવાની ઘટના બની હતી. સદ્દનસીબે કોઈ મોટી જાનહાની થઈ નહતી.- ચંદ્રેશ ગાંધી, વોટર વર્કસ એન્જિનિયર.
ગેસ ગળતરનો મુદ્દો સામાન્ય સભામાં ચર્ચાયો

નડિયાદ : નડિયાદ નગરપાલિકાની સામાન્ય સભા સોમવારે મળી હતી. આ સભામાં અન્ય મુદ્દાઓની ચર્ચા-વિચારણા થઈ હતી પરંતુ પ્રગતિનગરમાં ગેસ ગળતરની દુર્ઘટના અંગે એક પણ સદસ્ય દ્વારા શબ્દનું ઉચ્ચારણ કરવામાં પાલિકાના બોર્ડ સમક્ષ ઉચ્ચારવામાં આવી નહતી. સભા પૂર્ણ થયા બાદ ઘટનાસ્થળે સદસ્યો દોડી ગયા હતા અને ગેસ ગળતરની ઘટના અંગેની એકબીજા પાસે માહિતી પૃચ્છા કરતાં નજરે પડ્યા હતા.
આ અંગે વધુ વાંચવા આગળ ક્લિક કરો...
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો