તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેડા: ઉમેદવારોની પસંદગીના મુદ્દે ભાજપ-કોંગ્રેસમાં બળવાના બ્યુગલ ફૂંકાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નડિયાદ: આગામી વિધાનસભાની ચૂંટણીને લઇને ખેડા જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસમાં ઉમેદવારોની પસંદગીને લઇ છેક છેલ્લી ઘડી સુધી કશ્મકશભરી સ્થિતિ રહ્યા બાદ જ્યારે ઉમેદવારોની પસંદગી કરાઇ ત્યારે બંન્ને પક્ષોમાં ઉમેદવારોની પસંદગીને લઇને ખુદ તેમની પાર્ટીના કાર્યકરોમાં જ રોષ ભડકી ઉઠ્યો છે, અને તે એટલી હદે કે બંન્ને પક્ષમાં ક્યાંક બળવાના બ્યુગલ ફૂંકાયા છે. ઠાસરા બેઠક પર તો કોંગ્રેસના આયાતી ઉમેદવારના વિરોધમાં હુરીયો બોલાવી ઉલ્ટાના ભાજપ ઝિંદાબાદના નારા લગાવ્યા હતા.

 

ઠાસરામાં કોંગ્રેસના કાર્યકરોએ હુરીયો બોલાવ્યો

 

બીજી બાજુ કેટલાંક નારાજ નેતાઓએ પાર્ટી સાથે બળવો કરીને અપક્ષ તરીકે પોતાની ઉમેદવારી નોંધાઇ દીધી છે.  ઠાસરા વિધાનસભાની બેઠક પર કાંતિભાઇ શાભાઇભાઇ પરમારના નામની જાહેરાત થતાની સાથે જ અસંતોષની આગ ભભૂકી છે. ફોર્મ ભરવાના અંતિમ દિવસે કાંતિભાઇએ ફોર્મ ભર્યું ત્યારે કોંગ્રેસના કાર્યકરોએ હુરીયો બોલાવીને રોષ ઠાલવ્યો હતો. કેટલાક કાર્યકરોએ કોંગ્રેસના કાર્યાલય પર પહોંચીને પોતાના રાજીનામા ધરી દેવાની તો ચીમકી આપી હતી.

 

નડિયાદ પાલિકાના પ્રમુખે અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી

 

ભાજપના આ આયાતી ઉમેદવારને સ્વીકારવા માટે પોતે તૈયાર ન હોવાનું સ્પષ્ટ રીતે જણાવી દીધું હતું. છેલ્લી ઘડી સુધી પ્રવિણસિંહ સોલંકી સહિત બીજા  એકાદ નેતાના નામ ટિકીટ માટેની ચર્ચામાં કેન્દ્રસ્થાને હતા, ત્યાં ભાજપમાંથી આવેલા કાંતિભાઇના નામની જાહેરાત થતા અનેક કાર્યકરોએ નિરાશા દર્શાવી વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધની આ  આગને ઠારવા માટે માલસિંહ રાઠોડ જેવા જિલ્લા કોંગ્રેસના નેતાઓને નાકે દમ આવી ગયો હતો.  

 

કપડવંજમાં ભાજપના જ પૂર્વમંત્રીએ અપક્ષનું ફોર્મ ભર્યું  

 

કપડવંજ બેઠક પર ભાજપમાંથી પૂર્વ મંત્રી બિમલ શાહનું પત્તું કપાઇ ગયું છે. આથી તેઓએ નારાજ થઇ અપક્ષ તરીકે પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે. કપડવંજ બેઠક માટે ભાજપમાંથી બિમલભાઇ ટિકીટ માટેના પ્રબળ દાવેદાર હતા, પણ ક્ષત્રિય ઉમેદવાર સામે તેઓ ટક્કર ઝીલી બેઠક જિતી શકશે નહીં એમ લાયતા પળવારનો પણ વિચાર કર્યા વિના ભાજપે ક્ષત્રિય નેતા કનુભાઇ ડાભીની પસંદગી કરતા નારાજ બિમલભાઇએ પણ બરાબરનું બળવાનું બ્યુગલ ફૂંકયું હતું.

 

આગળ વાંચો: નડિયાદ પાલિકાના માજી પ્રમુખે પણ બળવો કરી અપક્ષ ઉમેદવારી કરી  

અન્ય સમાચારો પણ છે...