તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ડાકોરમાં હોળી પૂનમે યાત્રાળુઓની સુવિધા માટે તંત્રની કવાયત શરૂ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ/ડાકોર: ઠાસરા પ્રાંત કચેરીમાં ડાકોર હોળીપૂનમ નિમિત્તેજિલ્લા કલેક્ટર કે.કે.નિરાલાના અધ્યક્ષપદે એક મીટીંગ યોજાઈ હતી. આ મીટીંગમાં હોળી પૂનમે ડાકોરમાં આવતાં યાત્રાળુઓને કોઈ અડચણ કે તકલીફ ન પડે તેવું સુચારૂં આયોજન અંગેની ચર્ચા કરવામાં આવી હતી. ડાકોર તરફના માર્ગોનું સમારકામ તેમજ ઝાડી-ઝાંખરા દૂર કરવા અંગેની તેમજ વિવિધ પ્રકારની સુચનાઓ અધિકારીઓને અપાઇ હતી.
- યાત્રાળુઓ માટે 400 જેટલી બસો દોડાવવામાં આવશે
ઠાસરા પ્રાંત કચેરીમાં યોજાયેલી મિટીંગમાં ડાકોર હોળીપૂનમનો ત્રણ દિવસનો મેળો ભરાય છે. જેમાં લાખ્ખોની સંખ્યામાં ભક્તજનો દર્શનાર્થે આવે છે. આ ભક્તજનોની સુરક્ષાથી માંડીને તમામ પ્રકારની તકેદારી રખાશે. ડાકોર તરફના તમામ માર્ગોનું સમારકામ અને રોડની બાજુના ઝાડી-ઝાંખરા દૂર કરવા, આરોગ્ય સુવિધા પ્રાપ્ત થાય તે માટેજિલ્લા આરોગ્ય ટીમ દ્વારા ઠેર-ઠેર મેડીકલ કેન્દ્રો ખોલવામાં આવશે. ફૂડ એન્ડ ડ્રગ્સ અધિકારીઓ દ્વારા હોટલો, રેસ્ટોરન્ટ અને ચ્હા-નાસ્તાની દુકાનોનુ ચેકીંગ, જીઈબી દ્વારા લાઈટોની સુવિધા અને ડાકોરમાં ગંદકી ન ફેલાય અને સ્વચ્છતા જળવાઈ રહે તે માટે નિયમિત સમયસર સાફસફાઈ થાય તેમજ રખડતી ગાયો પકડીને ગૌ-શાળાએ મોકલી અપાય અને પદયાત્રિકોને ડાકોરથી ગંતવ્ય સ્થળે જવા માટે એસ.ટી વિભાગ દ્વારા 400 જેટલી બસો દોડાવાશે. મંદિરના દર્શનનો સમય પણ વધારાયો છે.

પદયાત્રિકો તેમજ યાત્રાળુઓ શાંતિથી દર્શન કરે અને તેઓને કોઈ મુશ્કેલી ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે. તેમજજિલ્લા પોલીસતંત્ર દ્વારા પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આ સભામાંજિલ્લા પોલીસ અધિક્ષક મનીન્દરસિંહ પવાર, અધિકજિલ્લા કલેકટર મેહુલભાઈ દવે, ઠાસરા પ્રાંત અધિકારી મુકેશભાઈ પટેલ,જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...