નડિયાદના માતરમાં કોમી અથડામણ બાદ અજંપાભરી શાંતિ, બજારો સજ્જડ બંધ

ઇદની આગલી રાતે ઝંડો લગાવવા બાબતે કોમી થશે તેમ અગાઉથી જ પોલીસના ધ્યાને લવાયું હતું

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Nov 21, 2018, 10:54 PM
10 અધિકારી, 100 પોલીસ જવાન તૈનાત
10 અધિકારી, 100 પોલીસ જવાન તૈનાત

નડિયાદ, માતર: માતર ખાતે ઇદની પૂર્વ સંધ્યાએ ઝંડો લગાવવાની બાબતમાં થયેલી કોમી અથડામણે જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. માતરમાં લુખ્ખા તત્વોને જાણે કે પોલીસની કોઇ બીક રહી જ નથી તે રીતે મંગળવારે રાત્રે તકરાર બાદ, લુખ્ખા તત્વો ખુલ્લી તલવારો લઇને માર્ગ ઉપર નીકળી આવ્યા હતા અને બજારને બાનમાં લઇ, સમગ્ર નગરમાં ભયનો માહોલ સર્જાતા બુધવારે માતરના બજારો સજ્જડ બંધ રહ્યા હતા. સ્થાનિકોના મતે લુખ્ખા તત્વો બેફામ બનવા પાછળનું મુખ્ય કારણ પોલીસની નિષ્ક્રિયતા છે. પોલીસ દ્વારા પણ આ મામલે બુધવારે સતત પેટ્રોલીંગ કરી, ક્યાંય સ્થિતી ન બગડે તેની તકેદારી રાખવામાં આવી હતી.

માતરમાં મંગળવારની રાત્રે ફાટી નીકળેલા કોમી અથડામણને લઇને બુધવારે માતર સજ્જડ બંધ રહ્યું હતું. સ્થાનિકોએ સ્વયંભુ બંધ પાળી આ ઘટનાનો વિરોધ નોંધાવ્યો હતો. બંધ દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત તૈનાત હતો. પોલીસ દ્વારા સતત પેટ્રોલીંગ અને કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. માતર પોલીસે 12 શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ઝંડાની બાબતથી શરૂ થયેલી અથડામણ, લોહીયાળ બનતાં મોડી રાત્રે ખેડા જિલ્લા પોલીસ અધિક્ષક માતર દોડી ગયા હતા. આ ઘટનાની ગંભીરતાને જોતાં રેન્જ આઇ.જી. પણ મોડી રાત્રે માતર પહોંચ્યા હતા.

માતર પોલીસ દ્વારા વિગતો છુપાવવાની પેરવી


રાયોટીંગના ગુનામાં સામાન્ય રીતે કોમી અથડામણ હોય તો પણ પોલીસ દ્વારા આરોપીઓના નામ જાહેર કરી દેવામાં આવતાં હોય છે. જોકે આ મામલામાં માતર પોલીસ દ્વારા આરોપીઓના નામ જાહેર કરવામાં આવ્યા ન હતા, અને માત્ર ઝડપાયેલા આરોપીઓના નામ જ જાહેર કરવામાં આવ્યા હતા, જેને લઇને સવાલો ઉભા થયા છે.

ઇજાગ્રસ્તોના નામની યાદી


- રાજ ગોપાલભાઇ મહેતા (ઉ.વ.20)
- નરેશ મોતભાઇ મારવાડી (ઉ.વ.33)
- રાજેશ લક્ષ્મીરામ આચાર્ય (ઉ.વ. 43)
- આનંદ જશવંતભાઇ પાંડે (ઉ.વ.21)

લિંબાસીના PSIને સસ્પેન્ડ કરવા માગ

તોફાન બાદ લિંબાસી પોલીસ મથકના પોલીસ સબ ઇન્સપેક્ટર ભાર્ગવ માળી પણ પોતાની ટીમ સાથે માતર પહોંચ્યા હતા અને અન્ય પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની સાથે રહી ટોળાંને વિખેરી સ્થિતી નિયંત્રણમાં લીધી હતી. જોકે ત્યારબાદ પોલીસ સબ ઇન્સપેક્ટર કેટલાક પોલીસ કર્મીઓ સાથે સરકારી દવાખાનામાં ગયા હતા અને ત્યાં હાજર ઇજાગ્રસ્તો અને તેમના સગાઓ ઉપર દમન ગુજારતાં, મામલો ગરમાયો હતો. નિર્દોષો ઉપર દમન ગુજારનાર પોલીસ સબ ઇન્સપેક્ટરને સસ્પેન્ડ કરવાની બુધવારના રોજ માંગણી કરવામાં આવી હતી.

કોમ્બિંગ કરી 6ની ધરપકડ

મંગળવારે રાત્રે કોમ્બિંગ નાઇટમાં પોલીસ દ્વારા 6 શખ્સોની અટક કરવામાં આવી હતી. જેમાં સદ્દામહુસેન યાસિનમીયાં, માજીદમીયાં રાહિદમીયાં, રમઝાનમીયાં બિસમિલ્લામીયાં, વાહિદમીયાં નૂરમીયાં, આહમીદમીયાં નૂરમીયાં, બિસ્મીલ્લા ઉસ્માનમીયાંની અટક કરવામાં આવી હતી.

બજારો સજ્જડ બંધ
બજારો સજ્જડ બંધ
મંગળવારે રાતે થયેલા કોમી તોફાન બાદ માતર આખું ભયના ઓથા હેઠળ આવી ગયું હતું
મંગળવારે રાતે થયેલા કોમી તોફાન બાદ માતર આખું ભયના ઓથા હેઠળ આવી ગયું હતું
X
10 અધિકારી, 100 પોલીસ જવાન તૈનાત10 અધિકારી, 100 પોલીસ જવાન તૈનાત
બજારો સજ્જડ બંધબજારો સજ્જડ બંધ
મંગળવારે રાતે થયેલા કોમી તોફાન બાદ માતર આખું ભયના ઓથા હેઠળ આવી ગયું હતુંમંગળવારે રાતે થયેલા કોમી તોફાન બાદ માતર આખું ભયના ઓથા હેઠળ આવી ગયું હતું
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App