નડિયાદ / બિલોદરા જેલમાં કેદીઓનો દારૂ પીતો વીડિયો વાઈરલ: દોઢ કલાકમાં 435 કેદી તપાસ્યા, અંતે કાંઇ જ ન મળ્યું

વીડિયો લીંક થયા બાદ પોલીસે તમામ બેરેક અને કેદીઓને જડતી લીધી
વીડિયો લીંક થયા બાદ પોલીસે તમામ બેરેક અને કેદીઓને જડતી લીધી
X
વીડિયો લીંક થયા બાદ પોલીસે તમામ બેરેક અને કેદીઓને જડતી લીધીવીડિયો લીંક થયા બાદ પોલીસે તમામ બેરેક અને કેદીઓને જડતી લીધી

  • વીડિયો જેલમાં જ બન્યો છતાં કોઇને ખબર જ ન પડી
  • ગુરુવારના રોજ જેલ સુપ્રિટેન્ડન્ટ સ્થાનિક ગુનાશોધક શાખા, રૂરલ પોલીસ અને એસઆેજી પોલીસે દરોડા પાડ્યા હતાં

Divyabhaskar.com

Feb 07, 2019, 11:35 PM IST

નડિયાદ:  બિલોદરા સબજેલમાં મુકેશ હરજાણીની હત્યાના આરોપી સહિતના કેદીઓ દારૂની મહેફિલ માણતા હોવાનો વીડિયો ફરતો થતાં જેલતંત્રની પોલ ખૂલી પડી છે. બીજી તરફ ઘોડા છૂટી ગયા બાદ જેલતંત્ર અને જિલ્લા પોલીસે તબેલે તાળાં મારવાની કામગીરી હાથ ધરી હોય તેમ જેલમાં સર્ચ ઓપરેશન કર્યું હતું. જોકે 18 બૅરેકમાં 435 કેદીને તપાસ્યા બાદ દોઢ કલાકની તપાસ પછી પોલીસને કાંઈ વાંધાજનક મળ્યું નહોતું. 

1. દારૂની મહેફિલ માણતાં, સિગારેટના કશ ખેંચતાં હોય તેવો વીડિયો બહાર આવ્યો છે
બિલોદરા સબજેલમાં કેદીઓ જય પંચાલ, અનિલ એન્થોની, સુરેશ પૂજારી અને અન્ય એક કેદી દારૂની મહેફિલ માણતાં, સિગારેટના કશ ખેંચતાં હોય તેવો વીડિયો બહાર આવ્યો છે. જેલમાંથી જ કોઈએ વીડિયો ઉતાર્યો હોવાનું જાણવા મળ્યું છે. વીડિયોને પગલે ઇનચાર્જ જેલ સુપરિન્ટેન્ડેન્ટ એફ. એસ. મલેકે તપાસ કરી હતી. બાદમાં સ્થાનિક ગુના શોધક શાખાના પીઆઇ આર. કે. રાજપૂત, નડિયાદ રૂરલ પીઆઇ સી. જે. રાઠોડ, એસઓજી પીઆઇ યુ. એ. ડાભીએ ટીમ અને ડૉગ સ્ક્વૉર્ડ સાથે જેલની તપાસ આદરી હતી. પોલીસે તમામ બેરેક અને કેદીઓને જડતી લીધી હતી. જોકે, દોઢ કલાકની તાપસ કર્યાદ  બાદ પોલીસને કાંઈ જ વાંધાજનક મળ્યું નહોતું.
2. મુકેશ હરજાણીની હત્યાના આરોપી સહિતના કેદીઓ પણ વીડિયોમાં
વીડિયોમાં કલ્પના રોહિત આપઘાત કેસમાં દુષ્પ્રેરણના ગુનાનો આરોપી જય પંચાલ, મુકેશ હરજાણીની હત્યાનો આરોપી અનિલ એન્થોની, બોરસદ જેલથી ટ્રાન્સફર કરાયેલો આર્મ્સ એક્ટનો કેદી સુરેશ પૂજારી તથા અન્ય એક કેદી સિગારેટના કશ લગાવતાં અને દારૂની મહેફીલ માણતાં જોવા મળી રહ્યા છે. યાર્ડમાં મોબાઇલ અથવા હિડન કૅમેરાથી વીડિયો ઉતારાયો છે. ત્રણેય કેદી એક જ બેરેકમાં રહેતા નથી, જેથી યાર્ડમાં મહેફિલ યોજાયાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. જોકે વીડિયો મામલે તપાસ કરાઈ રહી છે.  
3. કેદીઓ 7.30 કલાક માટે બેરેકની બહાર હોય છે
સવારે 7થી 12 સુધી અને બપોરે 3થી 5.30 સુધી કેદીઓ બેરેકની બહાર હોય છે. 1 યાર્ડમાં 4 બેરેક છે. કેદીઓને 5.30 પછી બહાર નીકળવાની મંજૂરી નથી. હાલમાં બિલોદરા જેલમાં 421ની ક્ષમતા સામે 435 કેદી છે.  
4. 3 ફેબ્રુઆરીએ જ તપાસ કરાઈ હતી
જેલમાં નિયમિત રીતે જિલ્લા પોલીસ તપાસ કરે છે. છેલ્લે 3 ફેબ્રુઆરીએ જિલ્લા પોલીસે તપાસ કરી હતી. જોકે ત્યારે પણ કાંઈ વાંધાજનક મળ્યું નહોતું. જોકે પોલીસ અને જેલ તંત્રની મીલીભગતથી રેટ કાર્ડ મુજબ જેલમાં બધું જ ઉપલબ્ધ કરાવાતું હોવાની પણ ચર્ચા છે.  
5. એન્થોની પાસેથી અગાઉ પણ મોબાઇલ મળ્યો હતો
 અનિલ એન્થોની પાસેથી અગાઉ પણ મોબાઇલ ફોન મળી આવ્યો હતો. ત્યારે જેલમાં મોબાઇલ કેવી રીતે પહોંચ્યોω તેવા સવાલો ઉઠ્યા હતા.
6. જેલ પરિસરમાં ઊભેલી શંકાસ્પદ સફેદ કારમાં કોણ હતું ? તે રહસ્ય
બિલદરા જેલમાંથી અગાઉ મોબાઇલ મળ્યા હતાં. આ જેલ વિવાદો વચ્ચે ઘેરાયેલી છે. ત્યારે આ ઘટનમાં જેલ પરિસરમાં સફેદ રંગની કાર શંકાસ્પદ હાલતમાં જોવા મળી હતી. ડૉગ સ્ક્વૉડની ટીમ આવી તે પહેલાંથી જ આ ગાડી ઊભી હતી અને પોલીસ કાફલો રવાના થયો કે તુરંત જ કાર પણ રવાના થઈ હતી. જોકે કારમાં બેઠેલો શખ્સ બહાર નીકળ્યો નહોતો.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી