આપઘાતની ચીમકી / વસો પોલીસના હેડ કોન્સ્ટેબલે બીટ બદલાતાં આપઘાતની ચીમકી ઉચ્ચારી

Vatsu police chief Constabulge warns of suicide being changed
X
Vatsu police chief Constabulge warns of suicide being changed

  • પોલીસના વોટ્સએપ ગ્રુપમાં PSIના ત્રાસથી ટ્રેન નીચે પડતું મૂકવા જતાં દોડધામ મચી

divyabhaskar.com

Jan 02, 2019, 11:07 PM IST
નડિયાદ: વસો પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલે પોલીસ સબ ઇન્સપેક્ટર એલ.ડી.ગમારાના ત્રાસથી કંટાળીને આપઘાત કરવાની ચિમકી વોટ્સએપ ગ્રુપમાં ઉચ્ચારતાં તુરંત જ હરકતમાં આવેલી પોલીસે નડિયાદ રેલવે સ્ટેશનથી કોસ્ન્ટેબલ ચંદ્રેશને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જેમાં બીટ બદલવાનો મુદ્દો સામે આવ્યો હતો. હાલમાં આ મામલાની તપાસ માતર સી.પી.આઇ. દ્વારા કરવામાં આવી રહી છે.  

કોન્સ્ટેબલ ટાઉન પોલીસ મથકમાં હોવા છતાં પી.આઇ. નો નનૈયો

કોન્સ્ટેબલને વસો પોલીસ લઇ ગઇ છે, એ ટાઉનમાં નથી. જોકે તે સમયે કોન્સ્ટેબલ નડિયાદ ટાઉનમાં જ હતો. - બી.જી.પરમાર, પોલીસ ઇન્સપેક્ટર, નડિયાદ ટાઉન
2. DYSPની કચેરીએ કોન્સ્ટેબલે મૌન પાળ્યું
ચંદ્રેશને આ મામલે પૂછતાં તેણે કાંઇપણ કહેવાનો ઇનકાર કર્યો હતો. ચંદ્રેશ ચૂપચાપ નડિયાદ ટાઉન પોલીસ મ થકમાં બેસી રહ્યો હતો. જ્યાંથી તેને ડી.વાય.એસ.પી. કચેરીએ લઇ જવામાં આવ્યો હતો.
 
3. 4 વર્ષથી વસો પોલીસ મથકમાં ફરજ બજાવે છે
અ.પો.કો. ચંદ્રેશભાઇ કિશનભાઇ બ.નં 939  છેલ્લા 4  વર્ષથી વસો પોલીસ મથકમાં ફરજ બજાવે છે. છેલ્લા 6 મહિનાથી મિત્રાલ બીટ ઉપર ફરજ બજાવતા ચંદ્રેશભાઇની બીટ બદલાઇ હતી. જોકે ચંદ્રેશભાઇએ વસો પોલીસ મથકના એલ.ડી.ગમારા એલ.આર. પો.કો. વિષ્ણુ મૂળજીભાઇની ચઢામણીથી અધિકારી માનસિક ત્રાસ આપતાં હોવાનું જણાવ્યું હતું.
 
4. બીટ બદલી એ ન ગમ્યું
મંગળવારે કેટલાક પોલીસ કર્મીઓની બીટ બદલવામાં આવી હતી, જે ન ગમતાં તેણે આમ કર્યું. આ મામલે મેં ઉચ્ચ અધિકારીને જાણ કરી છે.- એલ.ડી.ગમારા, પોલીસ સબ ઇન્સપેક્ટર, વસો 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી