ઉજવણી / વસંતપંચમીના રંગમાં રંગાયું ચરોતર, વડતાલમાં શિક્ષાપત્રી પુજન, કીર્તન

શિક્ષાપત્રી લેખનભૂમિ પર સુવર્ણ કળશ ચઢાવવામાં આવ્યાં
શિક્ષાપત્રી લેખનભૂમિ પર સુવર્ણ કળશ ચઢાવવામાં આવ્યાં

  • ડાકોરમાં અબીલ-ગુલાલનો છંટકાવ કરી ઉત્સવની ઉજવણી
  • પ્રભુને ધાણી,ચણા, ખજૂર અને લાડુનો પ્રસાદ ધરાવવામાં આવ્યો

 

Divyabhaskar.com

Feb 10, 2019, 10:30 PM IST

નડિયાદ: વડતાલમાં 193 વર્ષ પહેલા વસંતપંચમીના દિવસે ભગવાન સ્વામિનારાયણે હરિમંડપમાં બેસીને શિક્ષાપત્રીનું લેખન કર્યુ હતું તે ભુવન પર દાતા ઘનશ્યામભાઈ અને કોઠારી સંત સ્વામી, શ્યામ સ્વામીના હસ્તે કળશ સ્થાપન કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે 100 કીર્તનોનું ગાન કરાયું હતું.

ભાવિકોએ રાજાધિરાજના દર્શનનો લ્હાવો લઇ ધન્યતાનો અનુભવ કર્યો


ડાકોર રણછોડરાયજીના મંદિરમાં રવિવારે વસંતપંચમીએ શ્રીજીને કુમકુમ તિલક સાથે અબીલ-ગુલાલ સહિતના રંગોનો છંટકાવ કરી ઉત્સવની ઉજવણી કરાઇ હતી. તેમજ પરંપરાનુસાર મોટા ટોપલામાં શ્રીજીને ધાણી,ચણા, ખજૂર અને લાડુનો ભોગ ધરાવવામાં આવ્યો હતો. આગામી ફૂલડોલના ઉત્સવ સુધી મંદિરમાં વિવિધ રંગો સાથે પિચકારીમાંથી જલનો છંટકાવ થતો રહેશે. આ પ્રસંગે મંદિર જય રણછોડના જયઘોષથી ગૂંજી ઉઠ્યું હતું. મંદિરમાં પણ ભક્તિ અને આસ્થાની વસંત ખીલી હોય તેમ આ અનન્ય પ્રસંગે મોટી સંખ્યામાં ઉમટેલા ભાવિકોએ રાજાધિરાજના દર્શનનો લ્હાવો લઇ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

X
શિક્ષાપત્રી લેખનભૂમિ પર સુવર્ણ કળશ ચઢાવવામાં આવ્યાંશિક્ષાપત્રી લેખનભૂમિ પર સુવર્ણ કળશ ચઢાવવામાં આવ્યાં

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી