અકસ્માત / અકસ્માત/ આંકલાવમાં કામની શોધમાં નીકળેલા બમણગામના બે પિતરાઇ ભાઇના ટ્રકની અડફેટે મોત

Two cousins died in the search of work

divyabhaskar.com

Dec 23, 2018, 12:17 AM IST

આંકલાવ: આંકલાવ તાલુકાના ગંભીરા બ્રિજ પાસે શનિવારે બપોરે કલરનું કામ કરતા બે પિતરાઈ ભાઈ કામની શોધમાં નીકળ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે આવી રહેલી ટ્રકના ચાલકે તેમને અડફેટે લેતાં બંને યુવકના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.

ગંભીરા બ્રિજ પાસે શનિવારે સર્જાયેલો ગંભીર અકસ્માત

આંકલાવના બમણગામ સ્થિત હાથી દેવના ટેકેરે રહેતા સંજયભાઈ મનુભાઈ પઢીયાર અને મહેશભાઈ વિઠ્ઠલભાઈ પઢીયાર કલરકામનો ઓર્ડર મેળવવા માટે શનિવારે બાઇક પર નીકળ્યા હતા. ત્યારે ગંભીરા બ્રિજ પર પાછળથી એક ટ્રકે અડફેટ મારતા ઇજાથી બંનેનું સ્થળ પર મોત નીપજ્યું હતું.

મહેશભાઈના લગ્ન એક વર્ષ પૂર્વે થયા હતા

સંજય પઢીયાર અને મહેશ પઢીયાર બંને પિતરાઈ ભાઈઓ એક જ બાઈક લઈને કામની શોધમાં નીકળતા હોય છે. સંજય કુંવારા છે, મહેશના લગ્ન એક વર્ષ પૂર્વે થયા હતા. પરિવાર શોકમાં ગરકાવ છે.

X
Two cousins died in the search of work
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી