ઇન્ટરવ્યૂ / શું આ વખતે મોદીને મતદારોનો પ્રેમ મળશે?, રામદેવનો જવાબ: લોકોને કોઈ ગેરમાર્ગે દોરી શકે નહીં

નડિયાદમાં વિશેષ મુલાકાત દરમ્યાન બાબા રામદેવ
નડિયાદમાં વિશેષ મુલાકાત દરમ્યાન બાબા રામદેવ

  • રામમંદિર મુદ્દે સંઘ અને સંતો વચ્ચે કોઈ મતભેદ નથી: રામદેવ
  • ઉદ્યોગસાહસિકોને રામદેવનો ગુરુમંત્ર: કોઈ પણ બ્રાન્ડને બનાવવા માટે નવું શું કરો છો એ અને પ્રામાણિકતા મહત્ત્વની 

Divyabhaskar.com

Feb 10, 2019, 07:56 AM IST

નડિયાદઃ ચરોતરના જાણીતા ઉદ્યોગપતિ દેવાંગ પટેલ (ઇપ્કોવાલા)એ શનિવારે યોગગુરુ બાબા રામદેવનો ઇન્ટરવ્યૂ લીધો હતો. તેઓ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ-હૉસ્પિટલને સખાવત માટે જાણીતા છે. વિશેષ મુલાકાતમાં યોગગુરુ રામદેવે રામ મંદિર, નોટબંધી, જીએસટી સહિતના મુદ્દે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. લોકસભા ચૂંટણી પર જવાબ આપ્યો હતો કે, લોકોને કોઇ ગેરમાર્ગે દોરી શકે નહીં.

બાબા રામદેવનો વિશેષ ઇન્ટરવ્યૂ

* દેવાંગ પટેલ: પતંજલિની સફળતા બનાવવા આડે શું અવરોધો નડ્યા?
* બાબા રામદેવ : ગાંધીજીએ ટ્રસ્ટીશીપનો નિયમ આપ્યો છે. બધુ સમાજનું જ છે. તમે નિમિત્ત માત્ર છો. અમે જે કર્યું એ ઘણા લોકોને નવું લાગ્યું છે. પણ અમને ઘણા અપશબ્દો પણ સાંભળવા પડ્યા. તિરસ્કાર સહન કરવો પડ્યો. પરંતુ અમારો ભાવ શુદ્ધ હતો.


* દેવાંગ પટેલ: હવે આપનું નેક્સ્ટ લેવલ શું છે?
બાબા રામદેવ: અમારો ગોલ પહેલા પણ નહતો. આજે પણ નથી. આ તો સ્વાભાવિક યાત્રા છે, જે દુર સુધી જશે તેનો મને વિશ્વાસ છે.


*દેવાંગ પટેલ: નવા ઉદ્યોગસાહસિકોને સફળતા માટે તમે શું ગુરુમંત્ર આપશોે?
બાબા રામદેવ: બ્રાન્ડ બનાવવા માટે નવું શું કરો છો ? એ મહત્વનું છે. બાદમાં વેલ્યૂએડિશન. નવું કંઇ નહીં હોય તો બ્રાન્ડ નહીં બને. આ સાથે પ્રામાણિકતા પણ એટલી જ જરૂરી. ક્યારેય નાનુ નહીં વિચારવાનું, તત્કાલ લાભનું વિચારશો તો મોટું કામ નહીં થાય.


* દેવાંગ પટેલ: આ વખતે મોટા ઉદ્યોગપતિ, નાના ઉદ્યોગપતિઓની માગણી એક તરફ એક છે. બીજી બાજુ આખી ફોજ છે. શું કહેશો?
બાબા રામદેવ: આ વખતે કોર્પોરેટ જગત બેકગ્રાઉન્ડમાં રમી રહ્યાં છે. ફ્રન્ટ પર નથી. જે પણ કોર્પોરેટર હાઉસ છે. તે બેકગ્રાઉન્ડમાં સપોર્ટ કરી રહ્યાં છે. કોઇ એક પાર્ટીને સપોર્ટ નથી કરતા. કોઈ કોંગ્રેસ, એનસીપીને તો કોઈ ભાજપની પડખે છે. હાલ કોર્પોરેટ લોબી સ્ટ્રોંગ નથી. બધા અલગ અલગ રીતે વિચારી રહ્યાં છે.


* દેવાંગ પટેલ: શું લોબીઇંગનું જોર રહેશે કે પછી સામાન્ય લોકોમાં મોદીની લોકપ્રિયતા ચાલશે?
બાબા રામદેવ: આ મુદ્દે હું કંઇ કહી શકું નહીં. મુશ્કેલ સવાલ છે. મોદીજીની નિયત, નેતૃત્વ અને તેમની નીતિ રાષ્ટ્ર માટે મંગલકારી છે. એટલું કહી શકાય. બાકી વિપક્ષ પણ તાકાત લગાવી રહ્યો છે. એટલે વધુ મહેનત કરવી પડશે.


* દેવાંગ પટેલ: શું મોદીને મતદારોનો પ્રેમ મળશે?
બાબા રામદેવ: એજન્ડા બધે હોય છે. અંગત એજન્ડા, છુપો એજન્ડા, પોલિટીકલ એજન્ડા, ઇકોનોમીક એજન્ડા હોય છે. એજન્ડા વગર કશું જ ચાલતું નથી. સામાન્ય લોકોમાં ઘણા લોકો રાજકીય રીતે વિરોધમાં છે. લોકોને કોઇ ગેરમાર્ગે દોરી શકે નહીં.


* દેવાંગ પટેલ: એક વર્ષ બાદ જીએસટી અને નોટબંધીની શું અસર છે ?
બાબા રામદેવ: આર્થિક સુધાર થાય ત્યારે પ્લસ-માઇનસ થાય છે. દુરગામી અર્થવ્યવસ્થા માટે તે સારા છે. જેમને તત્કાળ કષ્ટ પડે છે તેઓ લોકોને ઉશ્કેરી પક્ષ-વિપક્ષનું રાજકારણ રમે છે.


* દેવાંગ પટેલ: રામમંદિર મામલે સંતો અને સંઘ આમને સામને હોય એવી સ્થિતિ જોવા મળી છે.
બાબા રામદેવ: એવું કશું નથી. 99 ટકા લોકો એક જ પક્ષમાં છે. અપવાદ દરેક જગ્યાએ હોય છે. સંતોમાં કોઇ વિભાજન નથી.

X
નડિયાદમાં વિશેષ મુલાકાત દરમ્યાન બાબા રામદેવનડિયાદમાં વિશેષ મુલાકાત દરમ્યાન બાબા રામદેવ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી