અંગદાન/ નડિયાદમાં યુવકનું ટ્યુમરથી બ્રેઇન ડેડ થતાં પરિવારનો અંગદાનનો નિર્ણય, 3ને જીવતદાન આપ્યું

Divyabhaskar.com

Dec 04, 2018, 11:07 PM IST
The decision of the family to donate a child's death due to teenage tumor of Mahemdavad

* 4 વર્ષ અગાઉ પત્ની અને હવે નાના પુત્રને ગુમાવ્યો - પિતા અને ભાઇ શોકમગ્ન

* શિક્ષકે કહ્યું, ચૈતન્ય એક હોશિયાર અને શાંત વિદ્યાર્થી હતો

ધ્રૃતિ મિસ્ત્રી, નડિયાદઃ મહેમદાવાદના 18 વર્ષીય કિશોર બ્રેઇન ટ્યુમરને કારણે બ્રેઇન ડેડ જાહેર કરાયા બાદ પરિવારે તેની બંને આંખ, કીડની અને લિવરનું દાન કરવાનો નિર્ણય કર્યો છે. મહેમદાવાદના ભરતભાઈ ઠાકરના પુત્ર ચૈતન્યે શનિવારથી માથામાં દુ:ખાવાની ફરિયાદ કરી હતી. રવિવારે દુ:ખાવો અસહ્ય થતાં તેને નડિયાદની ખાનગી હૉસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં તેની સારવાર શરૂ કરાઈ હતી. ચૈતન્યને મગજમાં ટ્યુમર હોવાનું બહાર આવ્યું હતું. બીજા દિવસે સવારે તેને અન્ય હૉસ્પિટલમાં લઈ જવાયો હતો. જોકે રાત્રે તેને ખેંચ આવવાની શરૂ થયા બાદ, શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી અને અંતે તબીબોએ તેને બ્રેઇન ડેડ જાહેર કર્યો હતો.

4 દિવસથી મને નોકરી પર જવાની ના પાડતો હતો


ચારેક દિવસથી તે મને નોકરી ઉપર જવાની પણ ના પાડતો હતો. તેણે કહ્યું એટલે હું એક દિવસ ઘરે તેની પાસે રહ્યો પણ પછી બીજા દિવસે મેં કીધું એટલે એણે મને જવાની હા તો પાડી, કલાકોમાં આવું થશે તેવું તો સ્વપ્નેય નહોતું વિચાર્યું. તેને બીમારીના કોઇ લક્ષણ નહોતાં. બસ, આ માથાના દુ:ખાવાની જે છેલ્લે છેલ્લે ફરિયાદ કરી એ જ. રવિવારે બપોરે તો અમે બજારમાં વસ્તુઓ લેવા ગયા હતા અને પછી આ સ્થિતિ.’ - ભરતભાઇ ઠાકર, પિતા

રવિવારે 12 વાગ્યા સુધી વાત કરી

રવિવારે ચૈતન્યને નડિયાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ, તે રાત્રિના 12 વાગ્યા સુધી પરિવાર સાથે વાતચીત કરતો હતો. માથાનો દુ:ખાવો અસહ્ય હોઇ તે અસ્વસ્થ હતો, પણ વાતચીત સામાન્ય રીતે કરતો હતો. જોકે પછી ચૈતન્યને ખેંચ આવી હતી. પહેલીવારની ખેંચ બાદ તેની તબિયત વધુ લથડી હતી.

પબ-જી ગેમનો શોખીન હતો

ચૈતન્યના મિત્રોએ જણાવ્યું હતું કે, તે મળતાવડો હતો. તેને ચીડવો તો ખૂબ ગુસ્સે થઇ જતો. તેને પબ - જી ગેમ રમવાનો ક્રેઝ હતો. આખો દિવસ તે પબ-જી ગેમ રમતો હતો. આ ઉપરાંત તેને સેલ્ફી લેવાનો અને સંગીતનો પણ શોખ હતો. ચૈતન્યના ખાસ મિત્ર સૌમ્યે જણાવ્યું હતું કે, 4-5 દિવસથી તે શાંત જણાતો હતો. શનિવારે રાત્રે અમે બધા મિત્રો બેઠા હતા ત્યારે તેણે માથાના દુ:ખાવાની વાત કરી હતી.

X
The decision of the family to donate a child's death due to teenage tumor of Mahemdavad
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી