અકસ્માત / અકસ્માત/ નડિયાદ નજીક સર્જાયેલા ત્રિપલ અકસ્માતમાં બાળકો સામે જ માતા-પિતાનું મોત નીપજ્યું

The children died in a triple accident near Nadiad

divyabhaskar.com

Dec 30, 2018, 10:58 PM IST

*બાકરોલનો પરિવાર બાઇક પર ખેડા જઈ રહ્યો હતો ત્યારે દુર્ઘટના સર્જાઈ

*ટાયર ફાટતાં બેફામ બનેલી કારે રિક્ષા અને બાઇકને જોરદાર ટક્કર મારી

નડિયાદ: નડિયાદ નજીક રવિવારે સર્જાયેલા ત્રિપલ અકસ્માતમાં પતિ-પત્નીનું મોત નીપજ્યું હતું, જ્યારે 3 વ્યક્તિઓને ઇજા થઇ હતી. બાકરોલનો પરિવાર બાઇક પર ખેડા જઇ રહ્યો હતો તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. જે મામલે નડિયાદ રૂરલ પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.

નડિયાદ નજીક આશિર્વાદ હોટલ પાસેથી પસાર થઇ રહેલી ઇનોવા ગાડી નંબર જીજે-7-બી.આર.- 1003 નું ટાયર ફાટતાં નજીકથી પસાર થઇ રહેલ બાઇક અને રીક્ષા તેની અડફેટે આવી જતાં, નજીકમાં આવેલ રોડ સાઇડની ગટરમાં બંને વાહનો પડ્યા હતા. આ અકસ્માતમાં બાઇક સવાર રહીમનબીબી આરીફમીયાં મલેક (ઉ.વ.32) નું માથાના અને શરીરના ભાગે ગંભીર ઇજા થવાથી સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું, જ્યારે ચાલક આરીફમીયાં મલેક (ઉ.વ.35), અક્શરાબાનુ એ. મલેક (ઉ.વ.10) તેમજ મહંમદઅયાન એ. મલેક (ઉ.વ.8) ને ઇજા થઇ હતી. આરીફભાઇ પોતાના પરિવાર સાથે બાઇક ઉપર બાકરોલથી ખેડા તાલુકાના રતનપુર તરફ જઇ રહ્યા હતા ત્યારે નડિયાદ નજીક કાળનો કોળિયો બન્યા હતા. આ અકસ્માતમાં બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી હતી.

જ્યારે રીક્ષામાં બેઠેલ માનસીંગભાઇ આર. પરમાર (ઉ.વ.35) ને પણ ઇજા થતાં તમામને સારવાર અર્થે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ આરીફમીયાંને વધુ સારવાર અર્થે કરમસદ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં રસ્તામાં તેમનું પણ મોત નીપજ્યું હતું. આ મામલે નડિયાદ રૂરલ પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

X
The children died in a triple accident near Nadiad
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી