સુંદરસિંહ કૉંગ્રેસમાં જોડાયાના 36 કલાકમાં પાછી ભાજપમાં ગુલાંટ

Bhaskar News

Bhaskar News

Nov 30, 2018, 02:51 AM IST
Sundar Singh returned to BJP in 36 hours after joining the Congress
નડિયાદ: ચરોતરમાં ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી સુંદરસિંહ ચૌહાણ 36 કલાક અગાઉ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા હતાં અને તેની શાહી પણ સુકાઇ નહોતી, ત્યાં તો ફરી તેમણે ભાજપમાં રાજકીય ગુલાંટ લગાવી હતી. નડિયાદ ખાતે ગુરૂવારે રાત્રે બોલાવવામાં આવેલી પત્રકાર પરિષદમાં સુંદરસિંહ ચૌહાણે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાવવાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, મને છેતરીને કોંગ્રેસમાં લઇ જવામાં આવ્યો હતો. ભાજપ સરકારમાં ચાર ટર્મના ધારાસભ્યપદ કાળ દરમિયાન અગાઉ શ્રમ અને રોજગાર મંત્રી ઉપરાંત સંસદીય સચિવના પદ પર રહી ચૂકેલા અને મહેમદાવાદ બેઠકના પૂર્વ ધારાસભ્ય સુંદરસિંહ ભલાભાઇ ચૌહાણ પોતે કોંગ્રેસમાં જોડાયા હોવાની વાત હજુ 36 કલાક અગાઉ જ અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રદેશ પ્રુમખ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં કરી હતી.

X
Sundar Singh returned to BJP in 36 hours after joining the Congress
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી