રેડ / બોરસદમાં જુગારધામ પર રેડ: પોલીસથી બચવા યુવક કૂવામાં ખાબક્યો, મોત

Red on gaigardham in Borsad: Youth killed in police rescue, death

divyabhaskar.com

Dec 31, 2018, 11:36 PM IST

*ગોરેલથી જુગાર રમતા 5 શખ્સો ઝબ્બે

*મૃતક અને ઝડપાયેલા તમામ શખ્સો પેટલાદના હોવાનું ખુલ્યું

બોરસદ: ગોરેલ ગામની સીમમાં મોટાપાયે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે રવિવાર રાત્રે આણંદ એલસીબી પોલીસે રેડ પાડીને 5 જુગારીઓને ઝડપી પાડયા હતા. જયારે કેટલાંક જુગારીઓ પોલીસ જોઇને ભાગ્યા હતાં.જેમાં પેટલાદમાં એક યુવકનું અંધારામાં ખેતરા‌ળું રસ્તે ભાગવા જતાં કુવામાં પડવાથી મોત નીપજ્યું હતું. જેની લાશ જે સોમવારે બપોરે કુવામાંથી યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.આ અંગે વિરસદ પોલીસ સ્ટેશનને આકસ્મિક મોતનો ગુનો દાખલ કરી તપાસ આરંભી છે.

આણંદ એલ.સી.બીની ટીમ રવિવાર રાત્રે બોરસદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં ત્યારે બાતમી મળી હતી. ગોરેલ ગામની સીમમાં પેટલાદના કેટલાક યુવકો ભેગા મળીને પત્તાપાનાનો જુગાર રમી રહ્યાં છે. પોલીસે બાતમીના આધારે સીમ વિસ્તારમાં છાપો મારીને જુગાર રમતાં મોસીન ઉર્ફે નવાબ, શાહબુદ્દીન મલેક, નાસિર ઇબ્રાહીમ વ્હોરા, ફરીદ ઉર્ફે લશ્કરી ડોશુખાન પઠાણ, ફિરોજ મંજુરખાન પઠાણ, સલીમ સફીયોદિન (તમામ રેહ. પેટલાદ)ને ઝડપી પાડ્યા હતાં. જ્યારે સાજિદ ઉર્ફે સુનિલ યુનુસભાઇ વ્હોરા રહે, ગુલશનપાર્ક સોસાયટી,પેટલાદ તથા અન્ય શખ્સો પોલીસને જોઇને અંધારામાં ખેતર તરફ ભાગ્યા હતાં.

ત્યારે સાજિદ વ્હોરા એક ખેતરના રસ્તાઉપરનો કુવો અંધારામાં દેખાયો ન હતો. તેના કારણે તે કુવામાં ખાબક્યો હતો. ભાગી ગયેલા ઇસમોએ સવારે સાજિદની તપાસ કરતાં મળી આવેલ નહી. અને રાત્રીના સમયે ભાગતી સમયે ભારે અવાજ આવ્યો હતો.તેથી તેઓએ આ બાબતે વીરસદ પોલીસને જાણ કરી હતી. પોલીસ તંત્ર દ્વારા ગ્રામજનોની મદદથી કુવામાં પડેલા સાજિદ વ્હોરાના મૃતદેહને બહાર કાઢ્યો હતો. જેના પગલે ભારે હોહા મચી ગયો હતો.આ અંગે હાલતો વીરસદ પોલીસે આકસ્મીક મોતનો ગુનો દાખલ કર્યો છે.

X
Red on gaigardham in Borsad: Youth killed in police rescue, death
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી