મોતની છલાંગ / ઉમરેઠના સુંદલપુરામાં પ્રેમીપંખીડાની એકબીજાને ગળે મળી બ્રિજ પરથી મોતની છલાંગ

Premipankhera's death swirls in the middle of the bridge

divyabhaskar.com

Jan 01, 2019, 11:56 PM IST

*દુનિયા 2018ને ગુડબાય કરી રહી હતી ત્યારે પ્રેમી યુગલે જિદંગીને ગુડબાય કર્યું

*આનંદ અને અમીષાની સ્કૂલમાં જ આંખો મળી હતી

ઉમરેઠ: ઉમરેઠ તાલુકાના લાલપુરા બ્રિજ ઉપરથી સોમવારે મોડી રાત્રે મહિસાગર નદીમાં મોતની છલાંગ લગાવી સુંદલપુરાના પ્રેમીપંખીડાએ આત્મહત્યા કરી લેતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે.આ ઘટનાની જાણ ઉમરેઠ પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે દોડી જઇને સ્થાનિક તરવૈયાઓની મદદથી બંને પ્રેમી પંખીડાના મૃતદેહ બહાર કાઢીને સરકારી દવાખાનામાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યાં હતાં.

ઉમરેઠ તાલુકાના સુંદલપુરા ગામના આનંદ ઇશ્વરસિંહ ઝાલા(ઉ.વ.18) અને લાલપુરાની અમીષા રામસિંહ રાજપરમાર(ઉ.વ.18)બંનેને શાળામાં અેકબીજા સાથે આંખો મળી જતાં પ્રેમ થઇ ગયો હતો. પરંતુ બંને એક જ ગામના હોવાથી લગ્ન થઇ નહીં શકે અને જો ભાગી જઇશું તો સમાજ નહીં સ્વીકારે તેવા ડરથી સાથે જીવીશું અને સાથે મરીશુંનો નિર્ધાર કરી સોમવાર સાંજે ઘરેથી બાઇક લઇને મોડીરાત્રે લાલપુરા મહિસાગર નદીના બ્રિજ પર પહોંચી અંતિમવાર મળીને પોતાના પ્રેમની યાદો વાગોળીને બ્રિજ પરથી એક સાથે પડતું મુકયું હતું. જેની જાણ થતાં પંથકમાં ચકચાર મચી હતી.

તો બીજી બાજુ રાત્રે આનંદ અને અમીષા ઘરે ન હોવાથી બંનેના પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. તપાસ દરમિયાન લાલપુરા મહિસાગર બ્રિજ પર મોડીરાત્રે આનંદનું બાઇક અને મોબાઇલ મળી આવ્યા હતા.જેથી બંને નદીમાં ઝંપલાવ્યું હોવાની આશંકા પરિવારજનોએ ઉમરેઠ પોલીસને જાણ કરી હતી. ઉમરેઠ પોલીસે સ્થાનિક તરવૈયાની મદદથી બંનેના મૃતદેહ બહાર કાઢી પીએમ માટે મોકલી તપાસ હાથ ધરી છે.

લાલપુરા બ્રિજ સુસાઇડ પોઇન્ટ બન્યો, અગાઉ પણ કેટલાક બનાવો બન્યા

ઉમરેઠ તાલુકાને સાવલી સાથે જોડતા માર્ગ વચ્ચેથી પસાર થતી મહીસાગર નદી ઉપર લાલપુરા બ્રિજ આવ્યો છે. લાલપુરા બ્રિજની પેરાફીટ માત્ર 3 ફૂટની છે.જેથી સરળતા કુદીને નદી ઝંપલાવી આત્મહત્યા કરી શકાય છે. બે મહિના પહેલા એક જનેતાએ પોતાની બાળકીને આ બ્રિજ પરથી મહિસાગર નદીમાં જીવતી ફેંકી દીધી હતી.

X
Premipankhera's death swirls in the middle of the bridge
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી