મહેફિલ / નડીયાદ નજીક ખેતરમાં દારૂની મહેફિલ માણતાં 9 નબીરાઓને પોલીસે ઝડપી પાડ્યા

Police arrested 9 Nabira after drinking wine in the farm near Nadiad
X
Police arrested 9 Nabira after drinking wine in the farm near Nadiad

  • વસો પોલીસે દરોડો પાડી રૂ.1,15,895નો મુદ્દામાલ કબજે લીધો  
  • કોર્ટમાં રજૂ કરવામાં આવતાં કોર્ટે જામીન નામંજુર કર્યા

divyabhaskar.com

Dec 28, 2018, 11:59 PM IST
નડિયાદ: વસો પોલીસની ટીમ ગુરૂવારે રાત્રે પેટ્રોલીંગમાં હતી તે સમયે બાતમીના આધારે PSI એલ.ડી.ગમારા અને તેમની ટીમે વસો-દેવા રોડ ઉપર આવેલ ખેતરમાં દારૂની મહેફીલ માણી રહેલા 9 નબીરાઓને ઝડપી પાડ્યા હતા અને તમામ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તમામને શુક્રવારે કોર્ટમાં રજૂ કરવામાં આવતાં કોર્ટે જામીન નામંજુર કરી જેલમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો. 

દારૂની મહેફિલ માણતાં 9 નબીરાઓને પોલીસે ઝડપ્યા

*ઇન્દ્રસિંહ લક્ષ્મણસિંહ મહિડા (રહે.વસો, ખેડાવાળો મહોલ્લો, વેરાઇ ભાગોળ,તા.વસો)
*ગુંજન મનોજભાઇ ભટ્ટ (રહે.આનંદ નગર સોસાયટી, પીજ રોડ, નડિયાદ)
*પ્રતિક નવિનચંદ્ર સોની (રહે.વસો, ચોક્સી બજાર)
*ચિંતન ભાનુપ્રસાદ ત્રિવેદી (રહે.શ્યામ ડુપ્લેક્સ, રામદેવ પીરના મંદિર પાસે, પીજ રોડ, નડિયાદ)
*સમીર વિલીયમભાઇ પરમાર (રહે.દલવાડી ચાલી, અમૂલ ડેરી રોડ, એક્સિસ બેંકની પાછળ, આણંદ)
*અનિલ દેસાઇભાઇ ચૌધરી (રહે.અવસર પાર્ટી પ્લોટની પાછળ, આણંદ) 
*હરિસિંહ રાઠોડ (રહે. કૈલાસનગર સોસાયટી, ગામડી રોડ)
*વસીમ વ્હોરા (રહે.રાહબર સોસાયટી, વસો)
*સંતોષકુમાર શ્રીવાસ્તવ (રહે.આણંદ, દલવાડીની ચાલી)ને ઝડપી પાડ્યા હતા.પોલીસે સ્થળ ઉપરથી દારૂની બે બોટલ, 11 મોબાઇલ ફોન તથા 4 વાહનો મળી કુલ 1,15,895નો મુદ્દામાલ કબજે લઇ મામલાની તપાસ હાથ ધરી છે.  


 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી