અકસ્માત / પેટ્રોલ પુરાવવા જઈ રહેલા નડિયાદના યુવકનો પીજ ચોકડી પાસે અકસ્માતમાં મોત

divyabhaskar.com | Updated - Jan 07, 2019, 11:51 PM
Nadiad's youth going to meet Patrol, crashes in Peshawar
X
Nadiad's youth going to meet Patrol, crashes in Peshawar

 

  • અજાણ્યા વાહન સાથે ટકરાતાં યુવાનનું મૃત્યુ
  • આંધ્રનો સતિષ વાસદની ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો

નડિયાદ: શહેરના પશ્ચિમ વિસ્તારમાં પીજ ચોકડી નજીક સર્વિસ રોડના જંક્શન ઉપર સોમવારે એક યુવક ઘરે પેટ્રોલ ભરવા જતો હતો દમિયાન તેનું સ્કૂટર આગળ જતાં અજાણ્યા વાહનને ટકરાતા અકસ્માતમાં યુવકનું મોત નીપજ્યું હતું. આ મામલે હાલમાં પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

બે પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી
1.સતિષભાઈને સંતાનમાં બે દીકરી હતી, જેમાં એક 8 વર્ષની અને બીજી દીકરી 6 વર્ષની હતી. પતિનું અકસ્માતમાં મૃત્યુ થયું હોવાનું જાણી, પત્નીનાં આંસુ રોકાતાં જ નહોતાં. તેમનાં કરુણ આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું હતું. પરિવારના મોભીનું અકાળે મૃત્યુ થતાં બંને પુત્રીએ પિતાનું છત્ર ગુમાવ્યું હતું.
અકસ્માત કેસમાં વાહનચાલક વિરુદ્ધ ગુનો
2.નડિયાદ શહેરમાં સર્જાયેલ અકસ્માતમાં પશ્ચિમ પોલીસ દ્વારા મૃતક સતીષભાઇ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન સતિષભાઇ આગળ જઇ રહેલા કોઈ વાહનમાં પાછળથી અથડાયા હોવાનું જણાયું હતું.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App