લક્ષ્મી ઘરમાં જ લૂંટાઈ/ નડિયાદમાં અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનારા પિતા અને દાદાનો નાર્કો ટેસ્ટ કરાશે

નડિયાદના બાળકી દુષ્કર્મ પ્રકરણમાં કથિત આરોપીઓના ટેસ્ટની અરજી ગ્રાહ્ય

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Nov 30, 2018, 11:24 PM
nadiad abuse case: Dad and grand father Narco will be tested

નડિયાદ: નડિયાદ શહેરના કપડવંજ રોડ ઉપર રહેતા પરિવારે તેમની અઢી વર્ષની માસુમ દીકરીને પોતાની હવસનો શિકાર બનાવ્યાના ચકચારી બનાવમાં તમામ કથિત આરોપીઓના નાર્કો ટેસ્ટની માંગ આરોપીના વકીલ દ્વારા કરવામાં આવી હતી, જે કોર્ટ દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવી છે. નડિયાદ શહેરમાં કપડવંજ રોડ ઉપર આવેલી સોસાયટીમાં રહેતા પરિવારની અઢી વર્ષની માસુમ દિકરી ઉપર તેના જ પિતા, દાદા-દાદી, પિતાની માસી તથા અન્ય એક શખ્સ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ બાળકીની માતા દ્વારા નડિયાદ શહેર પોલીસ મથકે કરવામાં આવતાં પોલીસ દ્વારા તમામ આરોપીઓની અટક કરવામાં આવી હતી. પિતાના પોલીસે રિમાન્ડ લીધા હતા, જ્યારે બાકીના આરોપીઓને જ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા.

આ રિમાન્ડ દરમિયાન પણ પોલીસ પિતા પાસેથી વધુ કોઇ ખુલાસા મેળવી શકી ન હતી અને રિમાન્ડ પૂર્ણ થતાં પિતાને પણ જ્યુડિશ્યલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા. ત્યારબાદ આ મામલે શુક્રવારે વકીલ દ્વારા નાર્કો ટેસ્ટ, બ્રેઇન મેપિંગ ટેસ્ટ, લાઇડિટેક્શન ટેસ્ટ અને પોલિગ્રાફી ટેસ્ટની અરજી કરવામાં આવી હતી, જે કોર્ટે ગ્રાહ્ય રાખી હતી.

કેસની સંવેદનશીલતા જોઇ સત્ય બહાર લાવવાનો પ્રયાસ

આ મામલે આરોપીના વકીલ બાજપાઇનો સંપર્ક સાધતા તેઓએ કેસ અંગે વધુ કોઇ ચર્ચા કરવાનું ટાળી જણાવ્યું હતું કે, કાયદાની જોગવાઇને અનુસંધાને અને કેસની સંવેદનશીલતાને ધ્યાનમાં લઇને હાલમાં આ પ્રકારની અરજી દ્વારા ફક્ત સત્ય રેકોર્ડ ઉપર લાવવાનો અને સાચી દિશામાં તપાસ થઇ શકે તે હેતુથી આ અરજી કરવામાં આવેલ છે જે કોર્ટે મંજુર કરેલ છે. દરમિયાન આરોપીઓ પોતે નિર્દોષ હોવાનું જણાવતા હોઇ અને મામલો પહેલેથી જ ગુંચવાયેલો હોઇ, આરોપીના વકીલ દ્વારા નાર્કો ટેસ્ટ, બ્રેઇન મેપિંગ ટેસ્ટ, લાઇડિટેક્શન ટેસ્ટ અને પોલિગ્રાફી ટેસ્ટ માટેની અરજી કરવામાં આવી છે, જે ટેસ્ટ બાદ સાચી હકીકત બહાર આવશે.

ખેડા જિલ્લામાં પ્રથમ કેસ


આરોપીઓએ નાર્કો ટેસ્ટ અને અન્ય વૈજ્ઞાનિક પરિક્ષણ માટેની તૈયાર બતાવી હોય અને એ પણ એક સાથે 5 આરોપીઓના નાર્કો અને અન્ય તમામ ટેસ્ટ માટેની પોલીસ તપાસ પૂરી થયા અગાઉ આ પ્રકાર અરજી આપવામાં આવી હોય, તેવો જિલ્લામાં આ પ્રથમ કેસ હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

X
nadiad abuse case: Dad and grand father Narco will be tested
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App