લાંછનરૂપ કિસ્સો/ નડિયાદના કપડવંજમાં આચાર્ય અને શિક્ષિકાની નગ્ન તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ

Bhaskar News

Bhaskar News

Nov 26, 2018, 11:44 PM IST
કામાર્ધ આચાર્યએ શિક્ષિકા સાથે નગ્ન અવસ્થામાં સેલ્ફી લીધી હતી
કામાર્ધ આચાર્યએ શિક્ષિકા સાથે નગ્ન અવસ્થામાં સેલ્ફી લીધી હતી

- આચાર્યથી જ ફોટો વોટ્સ અપમાં અપલોડ થયા અને ડિલિટ કરતાં પહેલાં ફરતા થઈ ગયાની ચર્ચા

- ચાલુ શાળાએ વિદ્યાર્થીઓની સામે પણ પ્રેમલીલા કરતા હોવાની ચર્ચા

નડિયાદ, કપડવંજ: કપડવંજની જુદી જુદી શાળાના આચાર્ય અને શિક્ષિકાના અશ્લીલ ફોટોએ સોશિયલ મીડિયામાં ચકચાર જગાવી છે. આ ફોટામાં જાહેર ઉપરાંત રૂમની અંદરની કરતુતો પણ બહાર આવી છે. કપડવંજની શાળાના આચાર્ય અને શિક્ષિકાની નગ્ન તસ્વીરો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ છે. સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલી તસ્વીરમાં દેખાતા આચાર્ય અને શિક્ષિકા કપડવંજના જ હોવાનું, તથા નગરની એક જાણીતી શાળાના આચાર્ય તથા શિક્ષિકા પણ નજીકની જ પ્રાથમિક શાળામાં નોકરી કરતી હોવાનું જાણવા મળ્યું છે.

આ પ્રેમીયુગલે કામુક અવસ્થામાં સેલ્ફી લીધી હોવાનું તસવીરોમાં સ્પષ્ટ જણાઈ આવે છે. આ કામુક તસવીરો ખુદ કામાંધ આચાર્યએ જાતે જ લીધી છે. કોઈ પોર્ન ફિલ્મના નગ્ન દ્રશ્યો જેવી તસવીરો રાજ્યના વિવિધ સોશિયલ મીડિયા ગૃપોમાં ફરતી થતા વાલીઓમાં પણ ચિંતાનું મોજું પ્રસરી રહ્યું છે. આચાર્યથી અવૈદ્ય સબંધના વાંધાજનક અવસ્થામાં પાડેલા ફોટા કોઇક ગ્રુપમાં નંખાઈ ગયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વધુમાં આ વાત ધ્યાને આવતાં તેણે જ ફોટો ડિલિટ કર્યા હતા, પરંતુ વધુ સમય થઇ ગયો હોઇ, ડિલિટ ફોર મી થયું પરંતુ ડિલિટ ફોર એવરિવન ન થઈ શકતાં છેક અમદાવાદ સુુધી આ ફોટો વોટ્સ અપમાં ફરતા થઈ ગયા હતા.

અધિકારીને મોકલી તપાસ કરવામાં આવશે

કપડવંજની શાળાના આચાર્ય અને શિક્ષિકાની અશ્લિલ તસવીર બાબતે મેસેજ મળ્યાં છે. આ મામલે અધિકારીઓને તપાસ માટે મોકલવામાં આવશે. જે શાળાએ જઇ હકિકત મેળવશે.’- એમ.જી. મલેક, જિલ્લા શિક્ષણાધિકારી, ખેડા.

X
કામાર્ધ આચાર્યએ શિક્ષિકા સાથે નગ્ન અવસ્થામાં સેલ્ફી લીધી હતીકામાર્ધ આચાર્યએ શિક્ષિકા સાથે નગ્ન અવસ્થામાં સેલ્ફી લીધી હતી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી