વાઈબ્રન્ટ શિક્ષા / નડિયાદના સલૂણ ગામની શાળામાં એક જ શિક્ષક, ધો.1 થી 5 ના બાળકોનું ખુલ્લામાં શિક્ષણ

In the Nadiad school, open education of only one teacher, children of standard 1 to 5
X
In the Nadiad school, open education of only one teacher, children of standard 1 to 5

divyabhaskar.com

Jan 24, 2019, 01:38 AM IST
નડિયાદ: તાલુકાના સલૂણ ગામના વૈદના કૂવા પ્રાથમિક શાળામાં શિક્ષકના અભાવે 54 બાળકોને  શિક્ષણ અપાય છે. સ્કૂલના રૂમ નાના હોવાથી એક રૂમમાં તમામ વિદ્યાર્થી બેસી શકે તેમ ન હોવાથી બહાર બેસાડવા પડે છે.

1. ખુલ્લામાં 54 બાળકો અભ્યાસ કરે છે
સલુણ ગામના વૈદના કુવા પરાં વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળામાં ધો. 1 થી 5 ના વર્ગમાં કુલ 54 બાળકો અભ્યાસ કરે છે. છેલ્લા દોઢ વર્ષથી શાળામાં શિક્ષકની નવી ભરતી ના થતા મુખ્ય શિક્ષક (આચાર્ય) સંજય વાઘેલા જ તમામ પાંચ ધોરણના બાળકોને એકસાથે ભણાવે છે. શાળામાં બે નાના વર્ગખંડ છે પણ તેમાં એક સાથે 54 બાળકોને બેસાડી શકાય તેમ ના હોવાથી અને બહાર તમામ બાળકો પર એકસાથે નજર રહે તે માટે તેમણે ખૂલ્લામાં જ શિક્ષણ આપવું પડે છે. જો બ્લેકબોર્ડ પર કઇ લખીને શીખવાડવાનું આવે તે આચાર્ય તે ધોરણના બાળકોને ક્લાસરૂમમાં જાય છે, તે દરમિયાન બાકીના ધોરણના બાળકો પોતાની રીતે પ્રવૃત્તિ કરે છે. મુખ્ય શિક્ષક રજા પર જાય ત્યારે તેમને વૈકલ્પિક શિક્ષકની વ્યવસ્થા કરવા જિલ્લા કક્ષા સુધી ભલામણો કરવી પડે છે.
2. ખાલી જગ્યા ટૂંક સમયમાં ભરાઇ જશે
પ્રાથમિક શાળામાં આચાર્યનો હોદ્દો એટલે મુખ્ય શિક્ષક જ છે. તેમનું પણ કામ શૈક્ષણીક કાર્ય કરાવવાનું છે.  54 વિદ્યાર્થી હોવાથી બે શિક્ષક મળવા પાત્ર છે. એક જગ્યા ખાલી પડી છે. જે ટુંક સમયમાં ભરાઇ જશે.’-બી. કે. પટેલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, ખેડા
 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી