ધરપકડ/ નડિયાદમાં 5 લાખની જુની ચલણી નોટો બદલવા આવેલી યુવતી ઝબ્બે

અમદાવાદના જુહાપુરાની યુવતી કોના કહેવાથી આવી તે તપાસનો વિષય

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Dec 01, 2018, 11:28 PM
in Nadiad arrests girl's with 5 lakh old currency notes

* ગંભીર બનાવ છતાં યુવતીને રાત્રે જ જામીન પર છોડાતા અાશ્ચર્ય

* LCB કે નડિયાદ ટાઉન પોલીસે તપાસ જ ન કરતા તર્કવિર્તક

નડિયાદ: ખેડા જિલ્લા એલ.સી.બી. એ એક મહિલાને શંકાસ્પદ હાલતમાં ઝડપી લઇ તેની એક્ટિવાની ડીકી તપાસતાં તેમાંથી રૂ. 5,10,500ની પ્રતિબંધિત ચલણી નોટો મળી આવી હતી. જોકે આર્શ્ચય વચ્ચે આ મામલે હજી સુધી પોલીસે ઉંડાણપૂર્વકની તપાસ કરી નથી. અને ગંભીર બનાવ છતાં યુવતીને શુક્રવારે રાત્રે જ જામીન પર છોડી મૂકવામાં આવી હતી. ખેડા જિલ્લા એલ.સી.બી. ની ટીમને બાતમી મળી હતી કે, એક મહિલા પોતાની એક્ટિવા પર જૂની ભારતીય ચલણી નોટોના બંડલો લઇ અમદાવાદથી નડિયાદ બસ સ્ટેન્ડ પાસે આવી રહી છે. જે બાતમીના આધારે એલ.સી.બી. ની ટીમ વોચમાં ગોઠવાઇ ગઇ હતી.

બાતમી મુજબનું એક્ટિવા નંબર જીજે-01-એન.યુ-6128 આવતાં તેને રોકી, ચાલક યુવતીને તેનું નામ પૂછતાં તેણે પોતાનું નામ આફરીનબાનુ નિઝામખાન મોગલ (ઉ.વ.28) (રહે.જુહાપુરા, આઇશા મસ્જીદ પાસે, ફજલે રબ્બીપાર્ક સોસાયટી, મકાન નંબર 1, અમદાવાદ) ની હોવાનું જણાવ્યું હતું. પોલીસે એક્ટિવાની ડીકીમાં તપાસ કરતાં રદ્દ થયેલ રૂ.500 તથા રૂ.1000ના દરની જૂની ભારતીય ચલણી નોટોના બંડલ મળી આવ્યા હતા. જેથી પોલીસે રૂ.5,10,500 ની ચલણી નોટ કબજે લઇ યુવતીની અટક કરવામાં આવી હતી.

* યુવતીને નડિયાદમા નોટ બદલી આપવામાં આવશે તેવું કહેનાર ઇસમ કોણ છે તે મામલે પોલીસ હજી સ્પષ્ટ નથી. યુવતી અમદાવાદથી એકલી નડિયાદ આવે તે થિયરી પણ શંકા ઉપજાવનારી છે.

* મહિલાને ઝડપી તેને નડિયાદ ટાઉન પોલીસને સોંપવામાં આવી છે, અને વધુ તપાસ નડીયાદ ટાઉન પોલીસ કરી રહી છે.' - આર.કે.રાજપુત, ઇન્ચાર્જ એલ.સી.બી. પોલીસ ઇન્સપેક્ટર

* એલ.સી.બી. એ 41(1)(ડી) કરી, મહિલાની અટક કરી છે. જોકે રાત્રિના સમયે તેને જામીન ઉપર છોડી મૂકવામાં આવી હતી. હાલમાં બંદોબસ્તમાં છીએ.- બી.જી.પરમાર, પોલીસ ઇન્સપેક્ટર, નડિયાદ

X
in Nadiad arrests girl's with 5 lakh old currency notes
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App