ગંભીરતા/ ખેડા જિલ્લામાં દર 24 કલાકે 10 અકસ્માત થાય છે, કઠલાલનો માર્ગ સૌથી વધુ જોખમી!

વર્ષમાં 40512 અકસ્માતો નોંધાયા, રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપી વર્લ્ડ રિમેમ્બરન્સ ડે ઉજવાયો હતો

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Nov 24, 2018, 11:29 PM
In Kheda district 10 accidents occur every 24 hours

* 108ની સરાહનીય કામગીરીને લોકોએ બિરદાવી

* કેટલીક વાર એવું પણ બને માર્ગો સારા હોય છે પણ ઝડપના રોમાંચમાં જિંદગી હોમાય છે

ધ્રુતિ મિસ્ત્રી,નડિયાદ: ખેડા જિલ્લામાં અવારનવાર અકસ્માતના બનાવો બનતાં જ રહે છે, રોજેરોજ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં સામાન્ય કે ગંભીર પ્રકારના અકસ્માતો સર્જાતા રહે છે. જેમાં જિલ્લાના કેટલાક એવા માર્ગો છે જેને અકસ્માત ઝોન તરીકે ગણવામાં આવે છે, અને આ માર્ગ ઉપર અકસ્માતના સૌથી વધુ કોલ 108 ને મળે છે. જિલ્લામાં 2007થી 2017 સુધીમાં 40 હજાર ઉપરાંત અકસ્માત નોંધાયાં છે, એટલે કે દર દિવસે દસ અકસ્માત થાય છે.

ખેડા જિલ્લાના અનેક માર્ગો ઉપર રોજેરોજ જીવલેણ અકસ્માતો સર્જાતા રહે છે. જેમાં કેટલાક માર્ગો ઉપર તો અકસ્માતો સામાન્ય બની ગયા છે. છાશવારે સર્જાતા અકસ્માતોને લઇને વાહનચાલકો પણ અમૂક માર્ગ ઉપરથી પસાર થવામાં ભિતી અનુભવે છે. વર્ષ 2007 થી લઇને 2018 ઓક્ટોબર સુધીમાં ખેડા જિલ્લામાં 40512 અકસ્માતો સર્જાયા હતા. જેમાં કેટલાક અકસ્માતો જીવલેણ હતા, જ્યારે કેટલાક સામાન્ય. આ તમામ અકસ્માતોના બનાવોમાં સૌથી ઉત્કૃષ્ટ કામગીરી કરી 108 ની ટીમ દ્વારા અનેક લોકોના જીવ બચાવવામાં આવ્યા છે. તાજેતરમાં જ વર્લ્ડ ડે ઓફ રિમેમ્બરન્સની ઉજવણી નિમિત્તે 108 ની ટીમ દ્વારા ખેડા જિલ્લામાં રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવી હતી, જ્યારે જેઓ રોડ અકસ્માતમાં બચી ગયા છે, તેમને શુભેચ્છા આપી હતી.

તાકિદના સમયે પહોંચી વળવા-મદદરૂપ થવા કટિબદ્ધ

108 ના ખેડા જિલ્લાના દેવેન્દ્રભાઇનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે, તાકિદના સમયે મળી, મદદરૂપ થવા માટે જિલ્લાની ટીમ કટિબધ્ધ છે.

વાહનચાલકોની આદતોને લઇને મહત્તમ અકસ્માતો સર્જાય છે
‘અકસ્માતો સર્જાવાનું મુખ્ય કારણ વાહનચાલકોની આદતો છે. વાહનચાલકો દ્વારા માર્ગ સારો હોઇ ગતિ ઉપર નિયંત્રણ રાખવામાં આવતું નથી. આ ઉપરાંત કેટલાક રાહદારીઓ અને કેટલાક વાહનચાલકો નશામાં પણ વાહન ચલાવતા હોઇ, આ વિસ્તારમાં અકસ્માતોનું પ્રમાણ વધુ છે. ટ્રાફિકના કે માર્ગ સલામતીના નિયમો વાહનચાલકો દ્વારા પાળવામાં આવતાં નથી ' - દેવેન્દ્રભાઇ, 108, ખેડા જિલ્લો

અકસ્માતની ઘટનાઓ

વર્ષ અકસ્માતની સંખ્યા
2007 થી 2014 24841
2014 થી 2015 3662
2015 થી 2016 3722
2016 થી 2017 3355
2017 થી 2018 3297
2018 (ઓક્ટોબર સુધી) 1635
કુલ 40512

X
In Kheda district 10 accidents occur every 24 hours
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App