ઇદની આગલી રાતે રમખાણઃ નડિયાદના માતરમાં કોમી તોફાનો બાદ કટ્ટરવાદીઓએ મિલ્કતો સળગાવી

DivyaBhaskar.com

Nov 21, 2018, 12:41 AM IST
group clash in naiad matar by hindu and muslim

માતરઃ માતરમાં ઇદની આગલી રાતે જ ઝંડા હટાવવા બાબતે બે કોમના જૂથ વચ્ચે ચકમક ઝરી હતી. જેણે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં સામસામે ટોળાં ધસી આવ્યાં હતાં અને હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં વાહનો સળગાવવા ઉપરાંત ઘાતક હથિયારથી ઇજા પણ પહોંચાડ્યાની પ્રાથમિક માહિતી મળી રહી છે. આ બનાવના પગલે જિલ્લાભરની પોલીસ માતરમાં ખડકાઇ ગઈ હતી. જોકે, તોફાને ચડેલા ટોળાંઓ પોલીસને પણ ગાઠતાં ન હતાં.

માતરમાં વારંવાર થતા કોમી છકલાને હળવાશથી લેતી પોલીસ મંગળવારની રાત્રે ઉંઘતી ઝડપાઇ ગઈ હતી. ઇદની આગલી રાતે ઉજવણી માટે મુસ્લીમ સમાજ દ્વારા ઝંડા લગાવવામાં આવી રહ્યાં હતાં. આ ઝંડા બાબતે હિન્દુ - મુસ્લીમ વચ્ચે પ્રથમ શાબ્દીક ટપાટપી થઈ હતી. જોકે, મીનીટોમાં જ મામલો ઉગ્ર બની ગયો હતો અને બન્ને પક્ષે ટોળાં એકત્ર થતાં પરિસ્થિતી તંગ બનવા પામી હતી.

જેને કારણે મામલો તંગ બની ગયો હતો. જોતે જોતામાં ઘાતક હથિયાર સાથે હુમલો થતાં અફડા તફડી મચી ગઈ હતી. જેમાં વાહનોને આગ પણ ચાંપી દેવામાં આવી હતી. આ બનાવના પગલે સ્થાનિક ગુના શોધક શાખા, સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ સહિતની ટીમ માતર પહોંચી હતી અને ટોળાંને વિખેરવા કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, કેટલાક વિસ્તારમાં ટોળાં હટવાનું નામ લેતા નહતાં.

બે કેબીન અને કાર સળગાવી : વાહનો સળગાવ્યાં, ટોળાને કાબુમાં લેવા જિલ્લાભરની પોલીસના ધામા

માતરમાં મંગળવારે રાતે તોફાને ચડેળાં ટોળાએ બે કેબીન સળગાવી હતી, આ ઉપરાંત એક કાર અને બાઇક પણ સળગાવી તોડફોડ કરી હતી.

ઇદના દિવસે પોલીસદમના વિરોધમાં માતર બંધનું એલાન અપાયું

માતરમાં માતરમાં થયેલી કોમી અથડામણમાં કુલ ચાર વ્યક્તિને ઇજા પહોંચી હતી. વિશ્વ હિન્દુ પરિષદના સ્થાનિક આગેવાનોએ પોલીસદમનના વિરોધમાં ઇદના દિવસે બુધવારે માતર બંધનું એલાન આપ્યું છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી બન્ને કોમ વચ્ચે તણાવનું વાતાવરણ ઊભુ થયું હતું. વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોના મતે પોલીસને આ અંગે વારંવાર રજુઆત કરી હોવા છતાં કોઇ પગલાં લીધાં નહતાં. હિન્દુ સમાજના આગેવાનો પર હોસ્પિટલમાં જઇને પોલીસે લાઠીચાર્જ કરતાં માતર બંધનું એલાન આપવામાં આવ્યું છે.

X
group clash in naiad matar by hindu and muslim
group clash in naiad matar by hindu and muslim
group clash in naiad matar by hindu and muslim
group clash in naiad matar by hindu and muslim
group clash in naiad matar by hindu and muslim
group clash in naiad matar by hindu and muslim
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી