ગોઝારો અકસ્માત / સિયાઝ કાર ડિવાઈડર કુદીને ટ્રકમાં ભટકાઈ, નડિયાદના 4 લોકોના મોત

હાઇવે પર સર્જાયેલા આ અકસ્માતને પગલે હાઇવે પર રાહદારીઓને ટોળેટોળા ઉમટી પડયા હતા

Four people died in an accident near Nadiad Golden chokdi
X
Four people died in an accident near Nadiad Golden chokdi

  • નડિયાદથી પોઇચા જઈ રહેલા પરિવારને દેણા પાસે અકસ્માત 
  • કારમાં પાછળની સીટમાં બેસેલી બે બાળકીઓનો અદભુત બચાવ
  • કારના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જાયો 
  • એરબેગ ખૂલી જતાં ડ્રાઈવરનો પણ બચાવ થયો

Divyabhaskar.com

Dec 26, 2018, 01:08 PM IST

નડિયાદ-વડોદરા: નડિયાદનું એક પરિવાર મંગળવારે સાંજે નેશનલ હાઇવે.નં 8 પરથી પોઇચા જઈ રહ્યું હતું. આ દરમિયાન ગોલ્ડન ચોકડી પાસે ગાડીના ચાલકે કાબુ ગુમાવી દેતા ગાડી ડિવાઈડર કૂદીને સામેની તરફથી આવી રહેલી ટ્રકના સામેના ભાગે અથડાઈ હતી. અકસ્માતને પગલે ગાડીમાં બેસેલા 8 લોકો પૈકી 4 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય ચાર લોકોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હરણી પોલીસે ચારેય મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ તપાસ હાથ ધરી છે. 

 

બે સગી બહેન અને ડ્રાઈવરનો આબાદ બચાવ


ગોલ્ડન ચોકડી પાસે થયેલા ગોઝારા અકસ્માતમાં કારની પાછળની બાજુએ બેસેલી બે બાળકીઓનો અદભૂત બચાવ થયો હતો. બે સગી બહેનો જીયા સોલંકી (ઉ.વ 2) અને સાક્ષી સોલંકી (ઉ.વ 4)નો આબાદ બચાવ થયો હતો. અકસ્માતના પગલે ગાડીના આગળના ભાગને જ નુકશાન પોહચ્યું હતું જેના કારણે પાછળ બેસેલી બાળકીઓ બચી ગઇ હતી. સદનસીબે એરબેગ ખુલી જવાને કારણે ગાડીના ડ્રાઈવરનો પણ જીન બચ્યો હતો.

1

કાર ચાલકે કાબુ ગુમાવતા કાર ટ્રક સાથે ભટકાઈ

કાર ચાલકે કાબુ ગુમાવતા કાર ટ્રક સાથે ભટકાઈ

મૃતકોના નામ


મહેશ કાનજી સોલંકી ( ડ્રાઈવર) (ઉં.વ.57) 
હીના મહેશ સોલંકી (ઉં.વ.25) 
જ્યોત્સના મહેશ સોલંકી (ઉં.વ.48) 
જાગૃતિ ભાનુપ્રસાદ સોલંકી (ઉં.વ.26) 

2

આગળના ભાગે વધુ નુકશાન થતા પાછળ બેસેલી બે બાળકીનો બચાવ

આગળના ભાગે વધુ નુકશાન થતા પાછળ બેસેલી બે બાળકીનો બચાવ

ઇજાગ્રસ્તોનાં નામ 


જીગ્નેશ મહેશ સોલંકી (ઉં.વ. 29) 
પ્રિયંકા જીગ્નેશ સોલંકી (ઉં.વ.25) 
સાક્ષી જીગ્નેશ સોલંકી (ઉં.વ.4) 
જીયા જીગ્નેશ સોલંકી (ઉં.વ.2) 

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી