તંત્રની જોખમી વ્યવસ્થા / તંત્રની જોખમી વ્યવસ્થા/ ગલિયાણા બ્રિજ જર્જરિત હતો એટલે ગમે ત્યારે તૂટે તેવા રસિકપુરાના પુલ પર ડાઇવર્ઝન આપ્યું

Due to the dilapidation of the Galyana Bridge, Diversion was given on the bridge of Rasikpura

Divyabhaskar.com

Dec 24, 2018, 11:28 PM IST

* સાડા છ દાયકા જૂનો રસિકપુરા પુલ જર્જરિત

* 1953માં નિર્માણ પામેલો પુલ પર ગાબડાં પડેલાં છે

* સમારકામના અભાવે સળિયા દેખાવા લાગ્યા

નડિયાદ, ખેડા: તારાપુરનો ગલિયાણા બ્રિજ જર્જરિત થઈ જતાં શનિવાર રાતથી તાત્કાલીક અસરે વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. બીજી તરફ સરકારી તંત્રે ખેડાના રસિકપુરા બ્રિજ પરથી વાહનવ્યવહારની વૈકલ્પિક વ્યસ્થા કરી છે. જોકે તંત્રની આ વ્યવસ્થા પણ જોખમી છે. કારણ કે રસિકપુરા બ્રિજની હાલત પણ ગલિયાણા પુલ જેવી જ છે. આ બ્રિજ સાડા છ દાયકા પહેલાં બનાવવામાં આવ્યો છે અને દિવસે-દિવસે તેને પણ ધસારો લાગ્યો છે. આ બ્રિજ ધસી પડે તે પહેલાં રાજ્ય સરકારે ચાલુ વરસે જ નવો બ્રિજ બનાવવા ટેન્ડિંગની પ્રક્રિયા હાથ ધરી છે, પરંતુ તેના નિર્માણનું કામ હજુ કાગળ પર જ ચાલી રહ્યું છે.

આ વરસે જ નવો બ્રિજ બનાવવા 33 કરોડનો ખર્ચ અંદાજાયો, કાર્યવાહી ચાલુ હોવાનો તંત્રનો બચાવ

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને જોડતા ગલિયાણા બ્રિજની હાલત નબળી પડતાં બંધ કરી દેવામાં આવ્યો છે, જેને પગલે વાહનવ્યવહાર ખેડા બાજુ ડાઇવર્ટ થયો છે. જોકે, આ ડાઇવર્ઝનમાં પણ ખેડાના રસિકપુરાના બ્રિજનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ખેડા અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર વચ્ચેના રસિકપુરા પરના આ બ્રિજનું નિર્માણ 1953માં થયું હતું. સાબરમતી નદી પરનો જ આ પુલ ખેડા-ધોળકા રોડ પર છે. હાલ તેની પહોળાઇ 6.67 મીટર અને લંબાઇ 185 મીટર છે. જોકે, હજુ સુધી વોટર ટોપ ન થતાં બ્રિજની હાલત થોડેઘણે અંશે સારી છે પરંતુ તેના પર પણ સમયની થપાટના કારણે ગાબડાં પડી રહ્યાં છે. કેટલાક સ્થળે સળિયા પણ દેખાઈ રહ્યાં છે. અલબત્ત, સરકાર દ્વારા રસિકપુરા બ્રિજના વિકલ્પ રૂપે નવો બ્રિજ બનાવવા 33 કરોડની મંજુરી અપાઇ છે. તેની ટેન્ડરિંગ પ્રક્રિયા ચાલી રહી છે. આ નવા બ્રીજની લંબાઇ 400 મીટર અને પહોળાઇ 13.30 મીટર છે. જેનું લેવલ હાલના પુલથી 2 મીટર ઉંચું રહેશે.

ખેડા બસ સ્ટેશનમાં સ્ટોપેજ આપવા માગણી

ગલિયાણા બ્રિજ નહોતો ત્યારે એસટી બસો ખેડા જતી-આવતી હતી અને એ પુલ બન્યો ત્યાર પછીથી તેનો રૂટ પણ બદલ્યો છે. આથી, સૌરાષ્ટ્ર તરફ જતી-આવતી દક્ષિણ ગુજરાતથી તમામ બસોને ખેડા બસ સ્ટેશને સ્ટોપેજ આપવામાં આવે તેવી ખેડાના વરિષ્ઠ નાગરિકોએ માગણી કરી છે.

રસિકપુરા બ્રિજ સ્ટ્રકચરલી સલામત છે

જૂના પુલમાં 15 વર્ષથી મોટું રિપેરિંગ થયું નથી. જોકે, પીરીઓડિકલી પ્લાસ્ટર કે એક્સિડેન્ટને કારણે ડેમેજ પેરાપેટ રિપેરિંગ કરાય છે. હાલ પુલ પર 15 દિવસમાં કામગીરી પૂરી કરાશે. રસિકપુરા બ્રિજનું સ્ટ્રકચરલી સલામત છે. - વિવેકસિંહ જામ, નાયબ કાર્યપાલક ઇજનેર, ખેડા.

X
Due to the dilapidation of the Galyana Bridge, Diversion was given on the bridge of Rasikpura
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી