‘આને જ બહુ હિન્દુત્વનો રસ છે’કહીં લાઠીચાર્જ કરનારા લીંબાસી PSIને સસ્પેન્ડ કરવાની માગ

વિશ્વ હિન્દુ પરિષદે કલેક્ટરને કરેલી રજૂઆત, બંધ અને આંદોલન કરવાની ચીમકી ઉચારાઇ

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Nov 22, 2018, 10:49 PM
Demand for suspension of the Limbashi police station sub-inspector

નડિયાદ: માતર તાલુકામાં કટ્ટરવાદીઓની વધી રહેલી રંજાડને લઇને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગુરૂવારે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં આને જ બહુ હિન્દુત્વનો રસ છે તેમ કહીં લાઠીચાર્જ કરનારા લિંબાસી પોલીસ મથકના પોલીસ સબ ઇન્સપેક્ટરને સસ્પેન્ડ કરવાની માંગ સાથે આંદોલનની ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે. છેલ્લા કેટલાક સમયથી કટ્ટરવાદીઓએ નગરને બાનમાં લીધું હોવાની પણ રજુઆત કરવામાં આવી છે.

માતરમાં કટ્ટરવાદીઓની રંજાડ વધી રહી છે : છાશવારે થતાં છમકલાને લઇ લોકો ભયભીત


વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોએ જણાવ્યું હતું કે, સરકારી દવાખાનામાં સારવાર લઇ રહેલા ઇજાગ્રસ્તો ઉપર અને ત્યાં હાજર તેમના સગા અને અન્ય હિન્દુઓ ઉપર એકાએક લિંબાસી પોલીસ મથકના પોલીસ સબ ઇન્સપેક્ટર ભાર્ગવ માળી અને તેમના સાથી કર્મચારીઓ લાકડીઓ લઇને તૂટી પડ્યા હતા. આ ઉપરાંત દવાખાનાના કેમ્પસની અંદર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. પોલીસ સબ ઇન્સપેક્ટર ભાર્ગવ માળી દ્વારા હિન્દુ સંગઠન સાથે જોડાયેલા પદાધિકારીઓ ઉપર પણ લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને આ સમયે તેઓ બોલતા હતા કે આને જ મારો, આને જ બહુ હિન્દુત્વનો રસ છે.


આ ઉપરાંત શાંતિથી ઉભેલા વ્યક્તિઓને પણ ડંડા માર્યાં હતાં. આથી, વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગુરૂવારે ખેડા કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અને તા.26મી નવેમ્બર સુધીમાં કાર્યવાહી નહીં કરાયતો આંદોલનની કરાશે.

પીએસઆઇ સામે ચાર બાબતોએ રજૂઆત

1) પોલીસ સબ ઇન્સપેક્ટર ભાર્ગવ માળીને તાત્કાલિક સસ્પેન્ડ કરાય.
2) પોલીસ સબ ઇન્સપેક્ટર ભાર્ગવ માળીનો તા.20મી નવેમ્બર, 18 ના રોજ બપોરે 3.00 થી રાત્રિના 1.00 વાગ્યા સુધીની કોલ ડિટેઇલ કાઢવામાં આવે અને તે ડિટેઇલ જાહેર કરી, કોના ઇશારે આ દબંગગીરી કરવામાં આવી તે નામ જાહેર કરવામાં આવે તેવી માગણી કરી હતી.
3) માતર ગામમાં જે વાહનો સળગાવવામાં આવ્યા છે તે કટ્ટરવાદીઓ અલગ અલગ ગંભીર ગુનામાં સંડોવાયેલા છે તો તેમનો ઇતિહાસ તપાસી, તેમને તડીપાર કરવામાં આવે
4) બિસ્મીલ્લા નામનો પત્રકાર ક્યા સામાયિકનો પત્રકાર છે તેની તપાસ કરી, તે ખરેખર પત્રકાર છે ? કે નહીં તે જણાવવામાં આવે.

કટ્ટરવાદીઓએ બેકોફ બની નગરને બાનમાં લીધું હતું


માતરમાં મંગળવારની રાત્રે કટ્ટરવાદીઓ જે રીતે બેખોફ બનીને નગરને બાનમાં લીધું હતું તે જોયા બાદ નગરજનોમાં ભયનો માહોલ ઊભો થયો છે. ઉઘાડી તલવારો, ધારિયા સાથે માર્ગ ઉપર નીકળી પડેલા કટ્ટરવાદીઓને જાણે કે પોલીસની કોઇ બીક જ ન હોય તેવો માહોલ માતરમાં મંગળવારની રાત્રે જોવા મળ્યો હતો. મનફાવે તેમ તોડફોડ અને આગચંપી કરી, ઉત્પાત મચાવનાર અસામાજીક તત્વો સામે કડક કાર્યવાહીમાં ઢીલથી રોષ પ્રગ્ટ કરાયો છે.

X
Demand for suspension of the Limbashi police station sub-inspector
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App