કપડવંજ / એક દિવસનો મહેમાન છું, તેમ કહેનાર વૃદ્ધે બીજા દિવસે જ દેહ છોડ્યો, અંતિમયાત્રા પહેલાં પત્નીનું પણ અવસાન

Divyabhaskar.com | Updated - Jan 20, 2019, 07:51 AM
મૃતક પરસોત્તમદાસ અને લક્ષ્મી
મૃતક પરસોત્તમદાસ અને લક્ષ્મી
X
મૃતક પરસોત્તમદાસ અને લક્ષ્મીમૃતક પરસોત્તમદાસ અને લક્ષ્મી

  • પતિને સ્મશાને છોડી આવ્યા બાદ પત્નીને સ્મશાને લઈ જવાઈ
  • પસા કાકાની નનામી ઊઠી અને કાકી ઢળી પડ્યાં  
  • બંનેને સાથે અગ્નિદાહ અપાયો.

કપડવંજઃ આતરસુંબા ગામે પટેલવાડામાં રહેતા અને આતરસુંબા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સેક્રેટરી ઘનશ્યામભાઈ પટેલના પિતાજી પરસોત્તમદાસ પટેલ (પસાકાકા) અને તેમના માતૃશ્રી લક્ષ્મીબહેન પટેલ (લક્ષ્મીકાકી) (ઉ.વ.73) નિવૃત્તીનું જીવન ગાળી રહ્યાં હતાં.  પસા કાકા નિત્યક્રમ મુજબ સાંજના સમયે દૂધ મંડળીના ચોકમાં વડિલો સાથે સમય પસાર કરતાં હતાં. અવસાનના એક દિવસ અગાઉ એટલે કે 17મીના રોજ પસા કાકાએ ગામના સરપંચને પણ કહ્યું કે, હવે હું એક બે દિવસનો મહેમાન છું. અને 18મીના રોજ સવારે પસા કાકાનું અવસાન થયું હતું. તેમના અવસાનના આઘાતથી પત્ની લક્ષ્મીબહેનનું પણ અવસાન થયું હતું. 

પસા કાકાની નનામી ઊઠી અને કાકી ઢળી પડ્યાં
1.આતરસુંબાના પરસોત્તમદાસ પટેલનું અવસાન થતાં તેમની અંતિમક્રિયા માટે ડાઘુઓએ નનામી ઉઠાવી હતી. પસાકાકાના અવસાનથી પહેલેથી જ આઘાતમાં રહેલાં કાકી નનામી ઘરની બહાર નીકળે તે પહેલાં જ ત્યાં ઢળી પડ્યાં અને તેમનું પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું.  આખરે વાત્રક નદીના કિનારે આવેલા અંતિમધામ ખાતે કાકાના મૃતદેહને અંતિમવિધિ માટે ગોઠવી પરત ઘરે પહોંચ્યાં અને કાકીની અંતિમયાત્રા નીકળી હતી. અંતિમવિધિ વખતે બન્નેના મૃતદેહને એક સાથે જ અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. આતરસુંબા પંથકના સ્નેહી સ્વજનો અને ગ્રામજનોની આંખ ઘેરાશોક તથા ગમગીનીના અશ્રુઓથી છલકાઇ ગઈ હતી.  
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App