સર્જીકલ કેમ્પ / વડતાલધામની હોસ્પિટલમાં અમેરિકાના નિષ્ણાત ડોકટર્સની ટીમ દ્વારા 11 દિવસનો સર્જીકલ કેમ્પ

અમેરિકાના નિષ્ણાત તબીબો દ્વારા સારવાર આપવામાં આવે છે
અમેરિકાના નિષ્ણાત તબીબો દ્વારા સારવાર આપવામાં આવે છે

  • 11 તબીબો સેવા આપી રહ્યા છે

Divyabhaskar.com

Jan 18, 2019, 10:48 PM IST

વડતાલ: વચનામૃત દ્વિશતાબ્દિ મહોત્સવ' અંતર્ગત શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ વડતાલમાં અમેરિકાના નિષ્ણાત તબીબો દ્વારા 15 થી 25 જાન્યુઆરી સુધી 11 દિવસના મેગા સર્જિકલ કેમ્પનો પ્રારંભ થયેલ છે. વડતાલના મહાન સંત વિરસદવાળા જ્ઞાનજીવનદાસજી સ્વામીના કૃપાપાત્ર ડો અરવિંદભાઈ શીકાગોવાળા સ્નેહી ડોકટર્સ મિત્રોની ટીમ સાથે 10-1૦ કલાક સતત સેવા આપી રહ્યા છે. વતન અને વડતાલ પ્રત્યેના લગાવવા કારણે આ નિષ્ણાત તબીબોની ટીમ જ્યારે વડતાલ આવી પહોંચી ત્યારે આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ સાથે વડતાલ મેનેજિંગ ટ્રસ્ટી બોર્ડના ચેરમેન દેવપ્રકાશ સ્વામી, ડૉ.સંત સ્વામી વગેરે સંતો તથા ટ્રસ્ટી સભ્યોએ ભાવભીનું સ્વાગત કર્યું હતું.

અંદાજે 2૦૦ વિવિધ શસ્ત્રક્રિયાઓ થશે

આગામી નવેમ્બરમા વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ આવી રહ્યો છે તેના ઊપક્રમે આ પ્રથમ શસ્ત્રક્રિયા છે, જેમાં હર્નિયા, હરસ, ભગંદર તથા મહિલા દર્દીઓની ગર્ભાશયની બિમારીઓથી છૂટકારો મળશે. અંદાજે 2૦૦ વિવિધ શસ્ત્રક્રિયાઓ થશે. શ્રી સ્વામિનારાયણ મલ્ટી સ્પેશીયાલીસ્ટ હોસ્પિટલ એ વડતાલ સ્વામિનારાયણ સંસ્થાન માટે જનસેવા ક્ષેત્રે શિરમોર સમી છે. - ડો અરવિંદ પટેલ. શીકાગો

X
અમેરિકાના નિષ્ણાત તબીબો દ્વારા સારવાર આપવામાં આવે છેઅમેરિકાના નિષ્ણાત તબીબો દ્વારા સારવાર આપવામાં આવે છે
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી