વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનમાં કામદારનું મોત, પરિવારનો હોબાળો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગળતેશ્વર તાલુકાના વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનના કોલસા વિભાગમાં કામ કરતા કોલીયાર વિભાગમાં ગોપાલભાઇ ગણપતભાઇ પરમાર કામદારનું શનિવારે મોડી રાત્રે મોત નિપજ્યું હતું.વિભાગમાં સેફટીની વ્યવસ્થાના અભાવે આ કામદારે કામ કરતી વખતે માથે બાંધેલો રૂમાલ બેલ્ટમાં ભરાઇ જવાથી અને માથામાં ઇજા થવાથી જાન ગુમાવવો પડ્યો હોવાનું અનુમાન છે. ઘટનાના પગલે અન્ય કામદારો અને મૃતકના પરિવારજનોએ પોતાને ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહને સ્વીકારવાનો ઇન્કાર કરી દેતા હોબાળો મચ્યો હતો. આખરે આ મામલે અધિકારીઓએ મૌખિક ખાત્રી આપતા મૃતદેહનું સેવાલિયાના દવાખાનામાં પીએમ કરાવી તેની સોંપણી કરાઇ હતી. પાવર સ્ટેશન તથા કોલસાનો કોન્ટ્રાક્ટ રાખનાર સુપર હેન્ડલર્સ પ્રાઇવેટ કંપની દ્વારા કામદારોની સલામતિના મુદે્ ઘોર બેદરકારી દાખવતી હોવાનો આક્ષેપ કરાયા હતાં

કોલસા વિભાગના શ્રમિકે માથા પર બાંધેલો રૂમાલ બેલ્ટમાં ભરાવાથી માથામાં ઇજા થતાં જીવ ગુમાવ્યો
મૌખિક ખાતરી મળતાં પરિવારે મૃતદેહ સ્વીકાર્યો
થર્મલ પાવર સ્ટેશનમાં કોલસા વિભાગના કામદારે જાન ગુમાવ્યો હતો

ભોગ બનનારની પત્ની ગર્ભવતી છે
ભોગ બનનાર શ્રમિક ગોપાલભાઇ ગણપતભાઇ પરમાર ઘરના મોભી હતા. પરિવારમાં પત્ની અને ત્રણ વર્ષનો બાળક છે. પત્ની ચંપાબેન ગર્ભવતી છે, ત્યારે આ ઘટના બની હતી.

પરિવારજનોને સ્ટેશનમાં જવા ન દીધા
શ્રમિકના મૃત્યુની કરૂણ ઘટના પછી પણ પાવર સ્ટેશનના અને જીએસઇસીએલના અધિકારીઓની માનવતા મરી પરિવારી હોય તેમ મૃતકના પરિવારજનોને પાવર સ્ટેશનમાં જતા અટકાવ્યા હતા. આથી અધિકારીઓ હકીકતને છૂપાવવા માંગતા હોવાનું ફલિત થયું હતું.

અકસ્માતો છતાં એક જ કંપનીને કોન્ટ્રાક્ટ કેમ?
આ કંપનીના કોન્ટ્રાક્ટ હેઠળ જ વર્ષ 2009માં બુધાભાઇ સલામભાઇ પરમારને પણ આ જ જગ્યાએ અકસ્માત નડ્યો હતો. જેમાં તેઓને બંન્ને પગ ગુમાવવા પડ્યા હતા, ત્યારે કંપનીએ વળતર ચૂકવવાની બાંયધરી આપી હોવા છતાં તેની ચૂકવણી કરી ન હોવાનો આક્ષેપ કામદારો દ્વારા કરાયો છે. રવિવારે આ ઘટનાના પગલે પોલીસ પણ પાવર સ્ટેશન પહોંચી હતી. પરંતુ તેમણે પણ કામદારોને ધમકાવતા અને આડકતરી રીતે પ્રાઇવેટ કંપનીનીકરતા ભારે આશ્ચર્ય ફેલાયું હતું.

અન્ય સમાચારો પણ છે...