તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહેમદાવાદના વોર્ડ નં. 1ની 22 સોસાયટીઓમાં ભરઉનાળે પીવાના પાણીનો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેમદાવાદના વોર્ડ નં. 1ની 22 સોસાયટીઓમાં ભરઉનાળે પીવાના પાણીનો પ્રશ્ન વિકટ બન્યો છે. આ સમસ્યાના ઉકેલમાં નિષ્ફળ ગયેલા પાલિકાતંત્રથી ત્રાસેલા રહીશોએ નજીકમાં આવતી લોકસભાની ચૂંટણીમાં આખરે પાણીનો નહીં તો વોટ નહીંની ચીમકી ઉચ્ચારી છે.

મહેમદાવાદના વોર્ડ નં. 1માં શ્રોફ નગર, જે.,પી. નગર, અવિનાશ સોસાયટી સહિત આશુતોષ, જયઅંબે, કલ્પના, ઋતુરાજ તથા વિરોલ દરવાજા બહારની મળી 22 જેટલી સોસાયટીઓ આવેલી છે. જેમાં છેલ્લા એક વર્ષ ઉપરાંતથી પાણીના વિકટ બનેલા પ્રશ્ન અંગે રહીશો પાલિકામાં અનેકવાર રજૂઆતો કરી ચૂક્યા છે. જે અંગે રહીશો ઉગ્ર રજૂઆત કરે છે, ત્યારે માંડ ચાર-પાંચ દિવસ પૂરતા ફોર્સથી પાણી આપવામાં આવે છે, એ પછી સ્થિતિ જૈસેથે થઇ જાય છે. તેથી આ બાબત પાલિકાની અણઆવડત અને માનવ સર્જિત મુશ્કેલી હોવાનું નગરજનો જણાવે છે. તેથી રહીશોમાં ભારે રોષ પ્રવર્તે છે. જો ચૂંટણી પહેલાં જ આ સમસ્યાનો નિવેડો લાવવામાં નહીં આવે તો રહીશો દ્વારા પાણી નહીં તો વોટ નહીંની ચીમકી આપવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...