તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડતાલધામને દેશના 75 ચિત્રકારોએ પીંછીએ કંડાર્યું, 350 ચિત્રો બનાવ્યાં

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની એવા વડતાલ ખાતે 13મી રાષ્ટ્રીય કલાશીબીર યોજાઇ હતી. જેમાં દેશભરના 75 જેટલા ચિત્રકારોએ 350 ઉપરાંત ચિત્રો બનાવ્યાં હતાં. આ ચિત્રોનું પ્રદર્શન રવિવારના રોજ યોજાયું હતું.આ પ્રસંગે વિધાનસભા દંડક પંકજભાઈ દેસાઇ અને સાંસદ દેવુસિંહ ચૌહાણ હાજર રહ્યાં હતાં. ગાદીના આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદથી ઇન્ચાર્જ કોઠારી ડો. સંતવલ્લભ સ્વામીના માર્ગદર્શનમાં શૈલેષભાઈ સાવલિયાના સંકલનથી અને કલા પ્રતિષ્ઠાનના રમણીકભાઈ ઝાપડીયાના પ્રયત્નથી ચિત્રકારોએ 21મીથી 24 દરમિયાન કરેલા વડતાલનું સપ્તરંગી દસ્તાવેજીકરણનું એક અનોખું પ્રદર્શન યોજાયું હતું. મંદિરના ચેરમેન પૂ. દેવ સ્વામી, નૌત્તમ સ્વામી, ગોવિંદ સ્વામી, લાલજી ભગત સહિતના સંતોએ હાજર રહી 15 શ્રેષ્ઠ કલાકારોને શ્રેષ્ઠ ચિત્રકારોનો એવોર્ડ આપ્યો હતો. રાષ્ટ્રીય કલા શિબિર અંતર્ગત ખ્યાતનામ ચિત્રકારોએ મંદિર, ગોમતી તળાવ સહિત ચિત્રો દોર્યાં હતા.

15 શ્રેષ્ઠ કલાકારોને સંતોના હસ્તે શ્રેષ્ઠ ચિત્રકારના એવોર્ડ એનાયત કરાયા
દેશભરના 75 ચિત્રકારોએ વડતાલ ધામ, સંતરામ મંદિર, ગોમતી તળાવ તથા ગલીઓના અદભૂત ચિત્રો દોર્યા હતા. જેનું પ્રદર્શન યોજાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો