Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બળાપુરામાં બે બહેનોના બાળલગ્ન અટકાવાયા
નડિયાદના સલુણ તળપદમાં આવેલા બળાપુરામાં બે બહેનોના બાળલગ્ન થઇ રહ્યાં હોવાની માહિતી મળતાં સમાજ સુરક્ષા વિભાગ પોલીસ સાથે ત્રાટક્યું હતું અને વાલીઓને ચેતવણી આપી લગ્ન અટકાવ્યાં હતાં.
ખેડા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરીમાં બાતમી મળી હતી કે, નડિયાદ તાલુકાના બળાપુરા, તાબે : સલુણ તળ૫દ ગામે 12મી માર્ચના રોજ બાળલગ્ન થશે. જે અંતર્ગત સમાજ સુરક્ષા અઘિકારી એલ.જી.ભરવાડના માર્ગદર્શન હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમના અઘિકારી મહેશ ૫ટેલ તેમજ લીગલ કમ પ્રોબેશન ઓફિસર કિર્તીબેન જોષી, કાઉન્સેલર ત્રિભોવન મકવાણા તથા ટીમ અને નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનના પોલીસ અઘિકારી સાથે બાળલગ્ન થનાર ગામની મુલાકાત લેવામાં આવી હતી. બાળકીઓના વાલીને મળી ઉંમરના પુરાવા જોતા બંને દીકરીઓની ઉંમર ઓછી જણાઇ આવતા તેઓને બાળલગ્ન પ્રતિબંઘક અઘિનિયમ અંતર્ગત જાણકારી આપવામાં આવી હતી. જેથી કરી આ દીકરીઓના વાલીએ લેખિત બાંહેઘરી આપી હતી છે કે, અમો અમારી દીકરીઓના લગ્ન 18 વર્ષ પૂર્ણ થયા બાદ જ કરીશુ. આમ, સમાજ સુરક્ષા અધિકારી દ્વારા બે બાળલગ્ન અટકાવવામાં આવ્યાં હતાં.
આખરે વાલીઓએ લેખીતમાં બાંહેધરી આપી