તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પિઠાઇમાં ફાસ્ટ ટેગ મશીન ચોરનાર બે શખ્સો ઝડપાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

કઠલાલ તાલુકાના પિઠાઇ ટોલ પ્લાઝાના કર્મચારીના હાથમાંથી મેન્યુઅલ ફાસ્ટ ટેગ મશેન છિનવીને ફરાર થઇ ગયેલા બે શખ્સોને પોલીસે ઝડપી પાડી, તેમના સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કઠલાલના પિઠાઇ ટોલ નાકા પર ફાસ્ટ ટેગને લઇને કર્મચારીઓ સાથે તકરાર થયા બાદ તેની રીસ રાખીને કર્મચારીના હાથમાંથી મેન્યુઅલ ફાસ્ટ ટેગ મશીન ઝુંટવી લઇને ફરાર થઇ ગયેલા બે શખ્સો સામે કઠલાલ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં તપાસના અંતે પોલીસે સુરેશ પાંચારામ વિશ્નોઇ (હાલ રહે.ચાંદખેડા મૂળ રહે. જાલોર) તથા ભજનલાલ આસુરામ વિશ્નોઇ (હાલ રહે. નિકોલ મૂળ રહે. જાલોર) ની અટક કરી હતી. આ શખ્સોએ ટોલ નાકાના કર્મચારીઓની સાથે થયેલ તકરારની રીસ રાખીને જ મશીન ઝુંટવીને ફરાર થઇ ગયા હોવાની કબુલાત કરતાં, હાલમાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

રીસ રાખી છિનવી ગયાની કબુલાત


અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો