તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જિલ્લામાં અલગ અલગ 2 અકસ્માતમાં 2ને ઇજા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડા જિલ્લાના માતર અને ડાકોર નજીક સર્જાયેલ બે અકસ્માતમાં બે વ્યક્તિઓને વત્તા-ઓછા પ્રમાણમાં ઇજા થઇ હતી. માતર નજીક સંધાણા ગામે છઠ્ઠા માઇલ ઓવરબ્રિજ પાસે લક્ઝરી બસના ચાલકે ટર્ન લેતાં, વેગનઆર ગાડી સાથે અકસ્માત સર્જાયો હતો. જેમાં ગાડીમાં બેઠેલ મુસાફરોને વત્તા-ઓછા પ્રમાણમાં ઇજા થઇ હતી. માતર પોલીસે લક્ઝરીના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે. બીજો બનાવ રાણિયા ગુલાબપુરા પાસે બન્યો હતો. જેમાં બોલેરો પીકઅપ ગાડીના ચાલકે કોટલીડોરા તરફથી બેફામ ગતિએ આવી, માર્ગ ઉપરથી સાઇકલ લઇને પસાર થઇ રહેલ રમણસિંહ જસવંતસિંહ પરમાર (રહે.રાણિયા) માર્ગ ઉપર પટકાતાં તેમને શરીરે વત્તા-ઓછા પ્રમાણમાં ઇજા થઇ હતી. ડાકોર પોલીસે બોલેરો પીકઅપ ડાલુના ચાલક વિરૂદ્ધ ગુનો નોંધ્યો.

કપડવંજ-સેવાલિયા પાસે અકસ્માતમાં 2 ને ઇજા
ખેડા જિલ્લાના કપડવંજ અને સેવાલિયા નજીક સર્જાયેલ બે અકસ્માતમાં બે વ્યક્તિઓને ઇજા થઇ હતી. કપડવંજ નજીક તોરણા પ્રાથમિક શાળા પાસે બાઇકના ચાલકે માર્ગ પરથી પસાર થતાં યાસિનમીયાં મલેકને અડફેટે લેતાં તેમને પગમાં ઇજા થઇ હતી. આ મામલે કપડવંજ રૂરલ પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. બીજો બનાવ સેવાલિયા-ઠાસરા રોડ પર ઇકો ગાડીના ચાલકે માર્ગ પરથી પસાર થઇ રહેલ બાઇકને અડફેટે લેતાં ચાલકને ઇજા થઇ હતી. સેવાલિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...