તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરોલીમાં ચંદનનું ઝાડ કાપવાના મુદે્ કસુરવારોની ભીનું સંકેલવાની પેરવી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વસો તાલુકાના કરોલીમાં ગૌચરની જમીનમાં આવેલા ચંદનના વૃક્ષને ગેરકાયદેસર રીતે કાપી વેચી દેવાનો વિવાદ ઘણાં સમયથી ચાલ્યો છે. છતાં આ અંગે રજૂઆત કર્યાને ચાર માસ વીતી જવા છતાં જવાબદારો સામે અસરકારક કાર્યવાહી ન કરાતા ભીનું સંકેલવાની પેરવી થતી હોવાનો આક્ષેપ ગ્રામજનો દ્ધારા કરાયો છે.

કરોલીમાં તંત્રની મંજૂરી વિના ચંદનનું ઝાડ કાપવાના પ્રશ્ને તંત્ર સમક્ષ રજૂઆતો કરાઇ છે. છતાં પણ કોઇ કાર્યવાહી ન કરાતા ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત તથા પોલીસતંત્ર આ બાબતમાં ભીનું સંકેલતું હોવાનું ગ્રામજનોમાં ચર્ચાય છે. તાજેતરમાં આ પ્રશ્ને કરોલીના જાગૃતજનોએ જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરી જણાવ્યું છે કે કરોલીના વિજયનગર વિસ્તારમાં વિસ્તારમાં ગૌચરની જમીનમાં આરરે વીસ વર્ષ જૂનું ચંદન સુખડનું વૃક્ષ હતું. વૃક્ષોને મંજૂરી વિના કાપી શકાય નહીં. છતાં ગ્રામ પંચાયતના સત્તાધીશોએ સરકારની કોઇપણ મંજૂરી વિના વિજયનગરના ગૌચરમાં આવેલા આશરે 25 મણ જેટલા ચંદન સુખડના વૃક્ષને કાપી નાંખવામાં આવ્યા હતા. બાદમાં તેને મહેળાવના એક દેવપૂજક ઇસમને વેચી દેવાયાનો આક્ષેપ કરાયો છે.

આ કૃત્ય કરનારાઓ સામે કાર્યવાહી કરવા માટે તા. 19/8/19ના રોજ કલેક્ટરને રજૂઆત કરાઇ હતી. આ ઉપરાંત તા. 13/9/19ના રોજ જિલ્લા પોલીસવડાને પણ રજૂઆત કરાઇ છે. જેને ચાર માસનો સમય વીતવા છતાં હજુ કોઇ કાર્યવાહી કરાઇ નથી. સરવાળે વૃક્ષ છેદન કરનાર તત્વોને છાવરાતા ગ્રામજનો ઉચ્ચકક્ષાએ રજૂઆતની તૈયારીઓ કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો