તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નડિયાદમાં આજે વિમલસાગરસૂરીજી મહારાજનું આગમન થશે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલિતાણા જૈન ધર્મનું સહુથી પ્રાચીન અને મહત્વપૂર્ણ તિર્થ છે. સાધના અને સિદ્ધોની આ પાવન ભૂમિ પાછલા ઘણા વરસોથી અસામાજીક તત્વોના બોલબાલાથી દુષિત થઇ રહી છે. જૈન સમાજનું આ ઐતિહાસિક તિર્થ સમસ્યા ગ્રસિત બની ગયું છે. આ દુષણોને દુર કરવા ઓજસ્વી પ્રવચનકાર જૈનાચાર્ય વિમલસાગરસુરિજી મહારાજ છેલ્લા એક મહિનાથી મિશન પાલિતાણાના નામે એક રાષ્ટ્રવ્યાપી આંદોલન ચલાવી રહ્યાં છે. જે અંતર્ગત બુધવારના રોજ નડિયાદ આવી રહ્યાં છે.

પાલિતાણામાં ગંદકી, ચોરી, છેડતી, દારૂ, માંસાહાર, ગેરકાયદેસર દબાણથી બચાવવા જૈનાચાર્ય વિમલસાગરસૂરીજી મહારાજ સાહેબે જાગરણયાત્રાનો પ્રારંભ કર્યો છે. આ જાગરણ યાત્રા અંતર્ગત જૈનાચાર્ય 27મી ફેબ્રુઆરીએ એક દિવસના પ્રવાસે નડિયાદ પધારી રહ્યાં છે. અહીંના જૈન સંઘના ઉપક્રમે તેઓનું બુધવારે સવારે 8-30 કલાકે એક વિશેષ પ્રવચન યોજાશે. તેઓ નડિયાદમાં જૈનાચાર્ય દેવ ચકલાના ઉપાશ્રયમાં રોકાણ કરશે. દોઢ હજારથી વધુ લોકો ધર્મસભામાં જોડાશે અને તિર્થ રક્ષા માટે સંકલ્પ ગ્રહણ કરશે. આચાર્ય મહારાજ દેશભરમાં દસ હજારથી વધુ પ્રવચનો આપી જૈન, અજૈન વર્ગને સાચી દિશા આપી રહ્યાં છે. સેંકડો સાધુ, સંતો અને આચાર્યો તેમજ બે લાખથી વધુ જૈન શ્રાવકો આ મિશન સાથે જોડાઇને તેને સમર્થન આપી રહ્યાં છે. આ મિશનને સફળ બનાવવા આચાર્ય વિમલસાગરસૂરીજી મહારાજ જાગરયાત્રા રૂપે દેશના પાંચ રાજ્યોમાં કુલ 2350 કિલોમીટરની પદયાત્રા કરી, 100 વિશેષ સભાઓને સંબોધી, લાખો લોકોને મિશન પાલિતાણા સાથે જોડી, સાર્થક પરિવર્તન લાવવાના નિર્ધાર સાથે આગળ વધી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો