તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઠાસરાના દાતરડીમાં જીવલેણ હુમલો કરનાર આરોપીને 3 વર્ષની સખત કેદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઠાસરા તાલુકાના ડભાલી તાબેના દાતરડી ગામે રસ્તામાં મકાન બનાવી દબાણ કરવાના મુદ્દે ધારિયા અને લાકડીથી હુમલો કરી ગર્ભસ્થ બાળકનું મોત નિપજાવવાના તથા ઇજા પહોંચાડવાના બનાવમાં આરોપીને નડિયાદ સેશન્સ કોર્ટ દ્વારા 3 વર્ષની સખત કેદની સજા તથા રૂ. 2 હજારનો દંડ ફરમાવ્યો છે.

દાતરડી ગામે ઉદાભાઇ નાનાભાઇ મહેરા રહે છે. ગત તા. 7/2/2014ના રોજ બપોરે સાડા ત્રણ વાગ્યાના સુમારે હસમુખ તીતાભાઇ મહેરા (રહે. નનાદરા, તા. ઠાસરા)એ ઉદાભાઇને કહ્યું હતું કે તમે રસ્તામાં દબાણ કરી મકાન બનાવો છો, અને અમે દબાણ ન કર્યુ હોવા છતાં અમારા વિરુદ્ધ કોર્ટમાં કેસ કરો છો, એમ કહી અપશબ્દો કહ્યા હતા. આ વખતે ઉદાભાઇ એકલા હોવાથી તેઓએ બૂમો પાડતા હસમુખ મહેરાએ મંગળભાઇ નાનાભાઇ ભોઇ પર ધારિયાથી હુમલો કરતા તેઓને નાક પાસે ઇજા પહોંચી હતી. જ્યારે મનિષાબેન જયેશભાઇ ભોઇને તેણે પેટના ઉપર લાકડીના ગોદા મારી તથા લાતો મારતા તેમના ગર્ભમાં રહેલા બાળકનું ઇજાના કારણે મૃત્યુ થયું હતું. આ બનાવ અંગે ઠાસરા પોલીસે હસમુખ તીતાભાઇ મહેરા સામે જીવલેણ હુમલો કરવાના તથા મારી નાખવાની ધમકી આપવાના બનાવ અંગે ગુનો દાખલ કર્યો હતો.

આ કેસ નડિયાદના એડિશ્નલ સેશન્સ જજ કે. એસ. ત્રિવેદી સમક્ષ ચાલી જતા સરકારી વકીલ પ્રેમ તિવારીની દલીલોને ગ્રાહ્ય રાખી તથા ગુનાની ગંભીરતા જોતા આરોપી હસમુખ મહેરાને કસૂરવાર ઠરાવી ત્રણ વર્ષની સખત કેદની સજા તથા રૂ. 2,000/-નો દંડ અને દંડ ન ભરે તો વધુ એક માસની સાદી કેદની સજાનો હુકમ ફરમાવ્યો છે.

હુમલો કરનાર આરોપી

અન્ય સમાચારો પણ છે...