હરિયાળામાં વીજ વિભાગના નાયબ ઇજનરને મારી નાખવાની ધમકી મળી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડાના હરિયાળા ગામે વીજ કંપનીમાં કામ કરતાં ઉપેન્દ્રસિંહ અરવિંદસિંહ સોલંકી તેમના કાર્યક્ષેત્રમાં આવતાં ખેડાના હરિયાળા ગામે આવેલ કે.જી.એન. ગોડાઉનમાં ફાઇન ટેક કોર્પોરેશનના નવા જોડાણ માટે વિઝીટ માટે ગયા હતા. અહીં વીજ જોડાણ આપવાનું બાકી હોવા છતાં લાઇટ ચાલુ જોવા મળતાં, તપાસ હાથ ધરાઈ હતી. જેમાં મધ્ય ગુજરાત વીજ કંપનીના નિયમ મુજબ ગેરરિતી હોવાથી કાર્યવાહી હાથ ધરી હતી. આ સમયે આ વિસ્તારની વહીવટી કામગીરી સંભાળતા ઇરફાન છીપા (રહે.ખેડા) દ્વારા વીજ વિભાગના અધિકારીને અહીંથી જતાં રહો નહીંતર ટાંટિયા તોડી, જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જેની તપાસ પોલીસ દ્વારા હાથ ધરાઈ હતી.