તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખાત્રજના યુવકનો વ્યાજખોરોથી ત્રસ્ત થઈ ફાંસો ખાઈ આપઘાત કર્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

મહેમદાવાદ તાલુકાના ખાત્રજ ગામના યુવાને વ્યાજખોર શખસોની ધાકધમકી અને માનસિક ત્રાસથી કંટાળી જઇ બુધવારે ખાત્રજ સર્કલ પાસેની પોતાની દુકાનમાં પંખા સાથે દોરડું બાંધી ગળાફાંસો ખાઇને જીવાદોરી ટૂંકાવી દીધી હતી. યુવાનના આપઘાતના સમાચાર વાયુવેગે પ્રસરીજતાં લોકોનાટોળા ઉમટ્યા હતા. આ પહેલા યુવકે વિડીયો પણ ઉતારી આપઘાતની જાણ કરી હતી.

ખાત્રજના જયદીપસિંહ મકવાણાએ આત્મહત્યા કરતાં પહેલાં વ્યાજખોર શખસોના નામ સાથેની સ્યૂસાઇટ નોટ તૈયાર કરી હતી. જેને મહેમદાવાદ પોલીસે કબજે લઇ ચિઠ્ઠીમાં દર્શાવાયેલા શખસોના નામની શોધખોળ હાથ ધરી હતી. જોકે, આ ઘટનાથી પરિવારમાં શોક સાથે રોષની પણ લાગણી છે.

મૃતકે સ્યૂસાઇટ નોટમાંના રૂસીભાઇ રાજુભાઇ વ્યાસ, જયેશભાઇ રાજુભાઇ વ્યાસ, કેલ્વીનભાઇ ખ્રીસ્તી, મહેન્દ્રભાઇ ગનશામભાઇ વાઘેલા,રાજુભાઇ (ખેડાલી), અરવીંદભાઇ રીંછોલ, ગૌરાંગભાઇ શર્મા, રમણભાઇ (ખેડાલી)ના નામોનો ઉલ્લેખ
કર્યો છે.

નાણાં ચૂકવવા છતાં ઉઘરાણી માટે ધાકધમકી આપતો હતો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો