તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નડિયાદમાં તસ્કરો ફરી સક્રિય, દંપતી પુત્રના ઘરે ગયું અને તસ્કરોનો હાથફેરો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી વિશાલ સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવીને, ઘરમાં બધું જ વેરવિખેર કરીને રોકડ સહિત રૂ. 10 હજારની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જાગૃત દંપતિએ પોતાના કિંમતી દાગીના લોકરમાં મૂક્યા હોવાથી તે બચી ગયા હતા. હાલમાં આ મામલે પશ્ચિમ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

નડિયાદ શહેરના ઝલક ચોકી પાસે આવેલી વિશાલ સોસાયટીમાં રહેતા મહેન્દ્રભાઇ પંચાલ બીએસએનએલમાં નોકરી કરી વય નિવૃત્ત થયા હતા. તેમનો પુત્ર વડોદરામાં રહી ખાનગી કંપનીમાં નોકરી કરે છે, જેથી મહેન્દ્રભાઇ તેમના પત્ની સાથે પખવાડિયા અગાઉ દીકરાના ઘરે વડોદરા ગયા હતા. શુક્રવારે બપોરના સમયે દંપતિ ઘરે પરત આવ્યું ત્યારે ઘરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું હતું. ઘરમાં જઇને જોતાં બધી જ સામાન વેરવિખેર પડ્યો હતો. તસ્કરોએ તિજોરી તોડીને બધો સામાન વેરવિખેર કર્યો હતો. બાદમાં ત્યાં વધારે કાંઇ હાથ ન લાગતાં રસોડામાં મૂકેલ મંદિરમાં પણ બધું જ ફેંદી નાખીને, ધનતેરસની પૂજા માટે ડબ્બામાં મૂકેલા ચાંદીના સિક્કા લઇ ગયા હતા. તસ્કરોને ઘરમાંથી માંડ 8 કે 10 હજારની મત્તા મળી હતી. ઘટનાની જાણ પશ્ચિમ પોલીસને કરવામાં આવતાં પોલીસે સ્થળ પર જઇ, તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો