મહેમદાવાદના રૂદણના સરપંચે ખોટા ચેક અને દાખલા આપ્યા
મહેમદાવાદના રૂદણના સરપંચ દ્વારા ચેકો અને દાખલાઓ આપવામાં ગેરરીતિ આચરી સત્તાનો દુરૂપયોગ કર્યો હોવાનો આક્ષેપ સાથેની રજૂઆત કરી તપાસની માંગ કરાઇ છે.
રૂદણ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ગંગાબેન વિજયકુમાર સોલંકી ફરજ બજાવે છે. અગાઉ તેઓ ડેપ્યુટી સરપંચ હતા, ત્યારે સરપંચના ચાર્જમાં રહેલા ગંગાબેને ખોટા ચેકો આપ્યા હતા. તેમજ રહેઠાણ સહિતના અન્ય દાખલાઓમાં પણ ગેરરીતિ આચરી છે. ખરેખર તેઓ સરપંચ ન હોવા છતાં આચરેલા આ કૃત્ય ગેરકાયદે ગણાય એમ હોવોનો આક્ષેપ કરી જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ અરજી કરાઈ છે. ગંગાબેનના પતિ વિજય સોલંકી મંડળી ચલાવતા હોવાથી તેઓએ પોતાના તથા અન્યના નામે પંચાયતમાંથી તેમના ચેકો લખાવ્યા હતા.
સરપંચ સામે તપાસ ચાલુ છે
અરજીની તપાસ કરવા અમને જણાવાયું હતું. તેથી તાલુકા પંચાયત તરફથી તેની તપાસ વિસ્તરણ અધિકારીને સોંપાઇ હતી. જેની તપાસ ચાલુ છે. શૈલેષભાઇ રાઠોડ, ટીડીઓ, મહેમદાવાદ