તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડતાલમાં સરપંચ, તલાટીએ મળીને ખેડૂતની મિલકત વેચી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
વડતાલના સરપંચ અને તલાટીએ ભેગા મળી ગામના જ એક ખેડૂતની મિલકતના રેકોર્ડ સાથે ચેડાં કરી તેને બારોબાર વડતાલ મંદિરના ટ્રસ્ટીને વેચી દીધી હતી. આ અંગે ખેડૂતને જાણ થતાં તેઓએ જિલ્લા વિકાસ અધિકારી સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી. જેની તપાસ દરમિયાન સરપંચ, સરપંચના પતિ, દિયર તથા તલાટીની મિલીભગત બહાર આવતાં ચકલાસી પોલીસે ચારેય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વડતાલ ગામે રહેતા વિજયભાઈ પ્રભાતભાઈ પરમાર અને તેમના પરિવારની કેટલીક મિલકત ગામમાં આવેલી છે. આ મિલકત 26મી જુલાઇ, 2019ના રોજ બારોબાર વેચી દેવામાં આવી હતી. આ સમગ્ર પ્રકરણમાં તલાટી કમ મંત્રી સાબીર એ. શેખ (રહે. નડિયાદ), ભાવનાબહેન જગદીશભાઈ પરમાર (સરપંચ), જગદીશભાઈ રામસીંગભાઈ પરમાર (સરપંચના પતિ) અને જાદવરાય રામસીંગભાઈ પરમાર (સરપંચના દિયર)ની મિલીભગત હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે વિજયભાઈ પરમારની ફરિયાદ આધારે ચકલાસી પોલીસે સાબીર, ભાવનાબહેન, જગદીશભાઈ, જાદવરાય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો