તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રાફિકમાં રોજ અવરોધ સર્જતી લારીઓને હટાવવામાં પોલીસ પણ નિષ્ક્રિય

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરીજનોની સુવિધા માટે એક જ જગ્યાએથી ફ્રૂટ ખરીદી કરવા અલાયદી વ્યવસ્થા કરાઇ પરંતુ નિર્ણયનો અમલ ન થયો
ઓપનએર થિયેટરમાં જ તંત્ર દ્વારા શહેરીજનો અહીં એકજ જગ્યાએથી ફ્રુટ ખરીદી શકે તેવી વ્યવસ્થા પણ કરાઇ હતી. જોકે થોડા દિવસ ફ્રુટ માર્કેટમાં લારીઓ ઉભી રહી જ્યારબાદ ફરીથી લારીઓવાળા મુખ્ય માર્ગ ઉપર જ ગોઠવાઇ ગયા હતા. હાલમાં ફ્રુટ માર્કેટની અંદર નહીં પણ બહાર જ ફ્રુટની લારીઓ કાયમી ધોરણે ખડકાયેલી જોવા મળી રહી છે.

ટ્રાફિક નિવારવા નડિયાદના ઓપનએર થિયેટરમાં ફ્રૂટમાર્કેટ બનાવ્યું, લારીઓનો માર્ગો પર જ અડિંગો
ફ્રુટ માર્કેટ બનાવાયું પરંતુ અહીં તો કાગડા ઉડે છે. એકપણ લારી ઉભેલી જોવા સુધ્ધા મળતી નથી. મોટાપાયે ઉદ્દઘાટન કર્યા બાદ અહીં જ લારીઓ ઉભી રહે તેવા નિયમનું પાલન કરાવવાની તસ્દી તંત્ર દ્વારા લેવામાં આવી નથી.

બસ સ્ટેન્ડ પાસે પણ લારીઓનો કાયમી અડિંગો જોવા મળી રહ્યો છે. અહીંથી ફ્રુટની ખરીદી કરવા માટે લોકો રોંગ વેમાં પણ વાહનો ચલાવીને આવતાં હોવાથી અકસ્માતના બનાવો પણ સર્જાય છે.

સંતરામ સર્કલની આસપાસનો વિસ્તાર પણ કાયમી ધોરણે ભરચક જોવા મળે છે. અહીં પણ લારીઓનો આડેધડ અડિંગો કાયમી ધોરણે ખડકાયેલો જોવા મળી રહ્યો છે. સંતરામ સર્કલથી ફાયર બ્રિગેડ સુધીના માર્ગે પણ કેટલીય લારીઓ ખડકાયેલી રહે છે, જેને કારણે ટ્રાફિક અવરોધાય છે.

સંતરામ રોડ ઉપર જ સૌથી વધુ લારીઓ ખડકાયેલી જોવા મળે છે. ખાસ કરીને પીક અવર્સ દરમિયાન આ માર્ગ ઉપર ટ્રાફિકની અવ્યવસ્થાને કારણે નગરજનો પરેશાન થઇ જાય છે. તંત્ર દ્વારા સંતરામ રોડ ઉપર જ ટ્રાફિકની અવ્યવસ્થા ન સર્જાય તે માટે ફ્રુટ માર્કેટની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી, જોકે તેમછતાં વર્તમાન પરિસ્થિતીમાં કોઇજ સુધાર આવ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...