તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નડિયાદથી વૈષ્ણોદેવી ગયેલા યાત્રાળુઓને કટરા પહોંચાડાયા

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
નડિયાદથી 1લી જાન્યુઆરીના રોજ વૈષ્ણોદેવી દર્શને ગયેલા સંઘના કેટલાક યાત્રાળુઓ શુક્રવારના રોજ શ્રીનગરથી 70 કિલોમીટર દુર કાઝીગંડ ખાતે ટ્રાફિકજામમાં ફસાઇ ગયાં હતાં. જેમણે ખેડા સાંસદ અને કલેક્ટરની મદદથી હેમખેમ કટરા પહોંચાડવામાં આવ્યાં છે. જ્યાંથી તેઓ હવે નડિયાદ આવવા રવાના થશે.

નડિયાદથી સંઘમાં વૈષ્ણોદેવી અને ત્યાંથી શ્રીનગર ગયેલા નડિયાદના યાત્રિકો ભૂસ્ખલન થતાં અંદાજીત 70 કિલોમીટર દુર કાઝીગંડમાં બે દિવસથી અટવાયા હતા. તેઓએ ખેડા સાંસદ અને કલેક્ટરને જાણ કરતાં સ્થાનિક તંત્ર સ્થાને સંકલન કરવામાં આવ્યું હતું. જ્યાંથી તેમને ખાનગી વાહનો અને બાદમાં સ્પેશ્યલ ટ્રેનની મદદથી રવિવારના રોજ કટરા પહોંચાડવામાં આવ્યાં છે. હવે તેઓને નડિયાદ રવાના કરવામાં આવશે. આ મદદથી સીઆરપીએફના જવાનોને સરાહનીય મદદ રહી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ફસાયેલા યાત્રિકોમાં મહિલાઓ અને બાળકો વધુ હતાં.

સીઆરપીએફના જવાનોને સરાહનીય મદદ રહી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો