તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહુધાના CHCમાં દોઢ માસથી ફાર્માસિસ્ટની જગ્યા ભરાતી નથી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહુધા ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્ર આરોગ્ય તંત્ર અને સરકારની ઉદાસીનતાના કારણે ફાર્માસિસ્ટની વિહોણું બન્યું છે. દોઢ માસ અગાઉ ફાર્માસિસ્ટે રાજીનામું આપ્યા બાદ ખાલી જગ્યા ભરવા માટે તંત્રએ કોઇ દરકાર કરતું નથી. પરિણામે નર્સોએ દવાઓના સ્ટોકને મેનેજ કરવાની ફરજ પડે છે.

મહુધાના સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ગયા અઠવાડિયે સવારે ચાલુ ઓપીડી દરમિયાન દવાઓનો સ્ટોક સ્ટાફ નર્સને રીસિવ કરવાની ફરજ પડી હતી. જ્યારે ઓપીડી સમય પૂર્ણ થયા બાદ સ્ટાફ નર્સ દ્વારા જ દવાના તમામ બોક્ષની દવાઓ ચકાસી યોગ્ય જગ્યાએ મૂકવવાની નોબત આવી હતી. આ દ્રશ્ય જોઇ દર્દીઓમાં પણ આશ્ચર્ય ફેલાયું હતું. નિયમ પ્રમાણે સીએચસી કક્ષાની હોસ્પિટલમાં ફાર્માસિસ્ટ હોવા જોઇએ. છતાં મહુધામાં આ નિયમનું પાલન થતું નથી. અત્યારે સ્થિતિ એવી છે કે, ર્ડાકટરના પ્રિસ્ક્રીપશનને નર્સે વાંચીને તેને પોતે જ દવા આપવી પડે છે. આ સ્થિતિમાં કોઇ કસૂરથી કોઇ અજૂગતો બનાવ બનશે તો જવાબદાર કોણ ? તાલુકાકક્ષની આ હોસ્પિટલમાં મહુધા ઉપરાંત આસપાસના ગ્રામજનો પણ સારવાર માટે આવે છે, જેઓને ફાર્માસિસ્ટના અભાવે હાલાકીનો સામનો કરવો પડે છે. જગ્યા ઝડપથી ભરવાની માંગ પ્રબળ બની છે.

અન્ય સમાચારો પણ છે...